આ વ્યક્તિઓ તરફ સૌથી પહેલા આકર્ષિત થાય છે મચ્છર, જાણો કેમ મચ્છરો લોહી જ પીવે છે? જાણો વિગતે

હાલ દરેક જગ્યાએ મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. આજના સમયમાં સૌથી વધુ રોગો ફેલાવાનું કારણ હોય તો મચ્છર. મચ્છરની વાત આવે ત્યારે નાના પાટેકરની ફિલ્મ ‘યશવંત’નો ડાયલોગ ‘એક મચ્છર…’ યાદ આવી જાય છે. આપણે બધા ઘરમાં પણ મચ્છરથી બચવા માટે તમે ખાસ કાળજી રાખતા હશું પરંતુ શું તમને ખબર છે કે મચ્છરને 47 દાંત હોય છે. તો આજે અમે તમને મચ્છને લગતી એવી માહિતી આપીશું કે તે જાણીને તમે વિચાર કરશો કે અમને તો ખબર જ નહોતી. સાથે-સાથે તમે એ પણ જાણશો કે મચ્છર કોણે સૌથી વધુ કરડે છે.

દુનિયામાં 3500થી પણ વધારે પ્રકારના મચ્છરો છે અને આ જીવજંતુ આજથી 20 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર આવ્યા હતા. મચ્છરો લોકોના શ્વાસ 75 ફૂટ દૂરથી સૂંઘી શકે છે. મચ્છરના ઉડવાની સ્પીડની વાત કરીએ તો તે 2 ફૂટ પ્રતિ સેકન્ડની સ્પીડે ઉડી શકે છે અને તે 40 ફૂટ ઉપર ઊડી શકતા નથી.

મચ્છરો લોહી પીવે છે તે તમને બધાને ખબર હશે પરંતુ તમે એ નહીં જાણતા હોવ કે માત્ર માદા મચ્છરો જ લોહી પીવે છે જ્યારે નર મચ્છરો શાકાહારી હોય છે. મચ્છર એક વખત ડંખ મારીને 0.1 મિલિલિટર સુધીનું લોહી પી શકે છે. જો માદા મચ્છરને લોહી ન મળે તો તે બચ્ચાને જન્મ ન આપી શકે છે. એક માદા મચ્છર પોતાના જીવનમાં આશરે 500 ઈંડા આપે છે. માદા મચ્છરની ઉંમર આશરે 2 મહિના જ્યારે નર મચ્છરની ઉંમર 15 દિવસની હોય છે.

O બ્લડ ગ્રુપ ધરાવાતા લોકોને વધારે મચ્છર કરડે છે. આ સાથે જેમણે કેળા ખાધા હોય તેવા લોકોને પણ મચ્છર પહેલા ટારગેટ બનાવે છે. અન્ય રંગના પ્રમાણમાં બ્લૂ રંગ તરફ વધારે આકર્ષિત થાય છે. મચ્છરની પાંખ એક સેકન્ડમાં અંદાજીત 500 વખત ફડફડે છે. સૌથી છેલ્લે આઈસલેન્ડ એકમાત્ર દેશ છે જ્યાં મચ્છર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *