તમે જાણતા હશો કે કોરોના વાઇરસે વિશ્વ ભરમાં કેવી કહેર મચાવી છે. આ વિષયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવતા કહ્યું છે કે, આ વર્ષે તેઓ કોઈ પણ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવતા કહ્યું કે, કોરોના વાયરસ ન ફેલાઈ તેને રોકવાના સંબંધમાં જાણકારોની સલાહને ધ્યાનમાં રાખીને આ વખતે તેઓ કોઈપણ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.
Experts across the world have advised to reduce mass gatherings to avoid the spread of COVID-19 Novel Coronavirus. Hence, this year I have decided not to participate in any Holi Milan programme.
— Narendra Modi (@narendramodi) March 4, 2020
સાથે-સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવતા કહ્યું કે, વિશ્વભરના વિશેષજ્ઞાનીઓની સલાહ છે કે નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ન ફેલાય તે માટે સામૂહિક કાર્યક્રમોમાં જવાનું ટાળવું જોઈએ. આ કારણો સર આ વર્ષે કોઈપણ હોળી મિલન કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે.
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં કોરોના વાયરસના 6 પોઝિટિવ કેસો સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3 કેસતો કેરળના જ હતા. જેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. ત્રણ દર્દી દિલ્હી, જયપુર અને તેલંગણાના છે. જેમની સારવાર ચાલી રહી છે. તો જયપુરમાં મળી આવેલા ઈટલી સંક્રમિત દર્દીની પત્નીની રિપોર્ટ પોઝિટિવ આવી છે. હાલમાં તો સૌ કોઈની હાલત સ્થિર છે.
Had an extensive review regarding preparedness on the COVID-19 Novel Coronavirus. Different ministries & states are working together, from screening people arriving in India to providing prompt medical attention.
— Narendra Modi (@narendramodi) March 3, 2020
ભારતમાં કોરોના વાયરસના અમુક નવા મામલાઓ સામે આવી રહ્યા છે. નવા મામલાઓ સામે આવ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ કોરોના વાયરસને લઈને ટ્વીટ કરી છે. મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કર્યું કે, કોવિડ-19 કોરોના વાયરસની તૈયારીઓના સંબંધમાં વ્યાપક સમીક્ષાઓ કરી છે. જુદા જુદા મંત્રાલયો અને રાજ્ય મળીને કામ કરી રહ્યા છે. જેઓ ભારતમાં આવનારા લોકોની સ્ક્રીનિંગથી લઈને મેડિકલ સુવિધા પૂરી પાડી રહ્યા છે.
There is no need to panic. We need to work together, take small yet important measures to ensure self-protection. pic.twitter.com/sRRPQlMdtr
— Narendra Modi (@narendramodi) March 3, 2020
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, ડરવાની જરૂરત નથી. આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાના પણ મહત્વના ઉપાયો કરો. જણાવી દઈએ કે, તેલંગણા, નોઇડા, જયપુર અને દિલ્હીમાંથી કોરોના વાયરસના મામલાઓ સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.