સમગ્ર વિશ્વભરમાં ભયંકર તબાહી મચાવનાર અને 3500થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારનાર કોરોના વાયરસની પહેલી તસવીર સામે આવી ગઈ છે. જે વાયરસે આખી દુનિયામાં દહેશત મચાવી દીધી તેની અસલી તસવીર જોવી દિલચસ્પ છે. મહિનાઓથી સતત શોધમાં લાગેલી વૈજ્ઞાનિકોનીટીમે આખરે કોરોના વાયરસની અસલી તસવીર શોધી કાઢી છે. ચીન જ્યાંથી આ વાયરસની શરૂઆત થઈ, ત્યાંના વૈજ્ઞાનિકોની ટીમને વાયરસની અસલી સંરચનાની તસવીરો શોધી કાઢી છે.
ચીન દેશના વૈજ્ઞાનિકોએ ગાઢ શોધ બાદ અંતિમ સફળતા હાંસલ કરી અને કોરોના વાયરસની અસલી તસવીર શોધી કાઢી. વૈજ્ઞાનિકોની એક ટીમે કોરોના વાયરસની પહેલી તસવીર જાહેર કરી છે જેમાં તેનું અસલી રૂપ જણાવવામાં આવી રહ્યું છે. જેને મોટી સફળતાના રૂપે જોવામાં આવી રહ્યું છે, કેમ કે અસલી સંરચના સામે આવ્યા બાદ તેના વિશ્લેષણને દિશા મળી જશે.
ડેલી મેલના રિપોર્ટ અનુસાર ચીનના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને નિષ્ક્રિય કર્યા બાદ તેની તસવીર કેદ કરી છે. તેમણે વાયરસને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વિશ્લેષણ ટેક્નિકની મદદથી તેનો અસલી ચેહરો સામે લાવ્યા. આ સફળતા બાદ કોરોના વાયરસનો ઈલાજ ખોજવામાં મદદ મળશે. કોરોના વાયરસની તસવીર આ દિશામાં ઘણું મહત્વનું યોગદાન આપી શકે છે. આ તસવીર અને ખોજને લઈ વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમણે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વિશ્લેષણ ટેક્નિક દ્વારા કોરોના વાયરસની અસલી સંરચનાને પ્રદર્શિત કરવામાં સફળતા હાંસલ કરી છે.
આ ટીમના સભ્ય પ્રોફેસર લિયૂ ચુઆંગે જણાવતા કહ્યું છે કે એ કોરોના વાયરસનું રૂપ ઠીક એવું જ છે, જેવું પ્રકૃતિમાં હોય છે. વૈજ્ઞાનિકોએ શરીરની એવી કોશિકાઓની તસવીર પણ જાહેર કરી, જ્યાં કોરોના વાયરસના હુમલા કરવામાં આવ્યા હતા. ચીનના Shenzhen National Clinical Medical Research Center for Ineftious Diseases અને દક્ષિણી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયે મળીને આ રિસર્ચને પૂરું કર્યું અને મોટી સફળતા હાંસલ રકરી છે. હવે આના દ્વારા વાયરની જીવનશૈલી સમજવામાં મદદ મળશે, જે બાદ તેને રોકવા માટે જરૂરી પગલાં ઉઠાવવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.