ભારતના આ ગામડાઓમાં 100 વર્ષોથી નથી ઉજવવામાં આવતી હોળી, અશુભ છે ગુલાલ ઉડાડવો

જ્યાં લોકો તહેવારોને ખુશીઓના શુભ અવસરે જોડી દે છે અને શુભ પ્રતિક રૂપે ઉજવે છે તો એવા પણ ઘણા ગામો છે જ્યાં હોળી ઉજવી અશુભ માનવામાં આવે છે.

છત્તીસગઢના કેટલાંક ગામો એવાં છે જ્યાં માનવામાં આવે છે જો કોઈ ગુલાલ ઉડાડે છે તો તે તેના માટે ભયાનક સાબિત થાય છે.જી હા, લોકોનું કહેવું છે કે આ માન્યતાના કારણે છેલ્લા સો વર્ષોથી આ ગામમાં હોળી નથી ઉજવવામાં આવી.

લોકોનો દાવો છે કે જો કોઈએ હોળીના રંગ ઉડાડ્યા તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. ગામવાસીઓ નું કહેવું છે કે સો વર્ષ પહેલા એક જમીનદારે હોળી રમી હતી તો તેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

આ મામલો છે રાયગઢ જીલ્લાના બરમેલા બ્લોકના હટાપાલી સહિત અમલીપાલી, છીંદપતેરા, મંજુરપાલી, જગદીશપુર નો. જ્યાં લોકોમાં આ ભયજનક વાર્તા ખુબ ચર્ચિત છે.

ગામમાં હોળીકા દહન થતું નથી સાથે સાથે રંગોથી પણ રમવામાં આવતી નથી. ગામના એક વૃદ્ધ નું કહેવું છે કે તેમને પાક્કો અંદાજ તો નથી કે ક્યારથી ગામમાં હોળી નથી ઉજવવામાં આવી. જ્યારથી તેઓ સમજણા થયા ત્યારથી પૂર્વજો પાસેથી એવું જ સાંભળ્યું છે કે હોળી ન ઉજવવી.

તેમનો દાવો છે કે ઘણા વર્ષો પહેલા એક જમીનદારે અહીંયા હોળી રમી હતી જેના બાદ એક વાઘ ગામમાં આવ્યો હતો અને તે જમીનદારને ઉઠાવી લઈ ગયો હતો.

આ ઘટના ઘટ્યા બાદ ગામના એક વ્યક્તિને સપનું આવ્યું. જેના પછી તેણે ગામવાસીઓને કહ્યું કે ગામમાં મંજુરપલિહિન દેવીનું મંદિર બનાવવું પડશે અને તેની પૂજા કરવાથી બધાની રક્ષા થશે. સાથે જ તેમણે હોળી ન ઉજવવાનો આદેશ આપ્યો છે.

ત્યાર બાદથી જ ગામના લોકોએ બેઠક કરી આ નિર્ણય લીધો કે હવેથી હોળી ઉજવવામાં નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *