પ્રધાનમંત્રી મોદીના ભાઈ પ્રહલાદ મોદીનો બળાપો, બોલ્યા સરકારના નિર્ણયો શેખચલ્લી જેવા

કોરોના વાયરસના ભયને કારણે રાશન ની દુકાનો વાળાને 3 દિવસમાં અનાજ વિતરણ કરવાનું કહેવામાં આવતા રાશન દુકાનદારોને એસોશિયશનના પ્રમુખ પ્રહલાદ મોદી એ ખુલ્લેઆમ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. એક ખાનગી ચેનલ ના માધ્યમથી એન્કરના જવાબમાં પ્રધાનમંત્રીના ભાઈ સરકારની કામગીરી સામે સવાલો કરી રહ્યા છે અને એવો સુર વ્યક્ત કરી રહ્યા છે જાણે કે સરકાર કોઈ કામગીરી કરી જ નથી રહી.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીને પ્રોટોકોલના હિસાબે Z કલાસ સિક્યુરિટી મળે છે. અને જેનો ખર્ચ સરકાર ઉઠાવે છે. ત્યારે સરકાર સામે જ આવા સવાલો કરવાથી પ્રહલાદ મોદીને ટીકાઓનો સામનો કરવો પડે તો નવાઈ નહી. સરકાર ની કામગીરીને શેખચલ્લીની વાતો જેવી કહીને વધુમાં ઉમેરતા પ્રહલાદ મોદી કહે છે કે સરકારે વિચાર કર્યા વગર કોથળામાંથી બિલાડુ કાઢયું છે.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા રાશન ની દુકાનો ધરાવતા વેપારીઓને ત્રણ દિવસમાં જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ કરી દેવા સુચના આપવામાં આવી છે જેથી કોઈ ગરીબ ભુક્યું ન રહે. પરંતુ કામ નો બોઝ આવી જતા રાશન દુકાનદારોના પ્રમુખને સરકાર સામે વાંકું પડ્યું છે.

આવું પહેલી વાર નથી થયું કે પ્રહલાદ મોદીએ સરકાર સામે મોરચો ખોલ્યો હોય. આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પોલીસ દ્વારા એસ્કોર્ટ ની વ્યવસ્થા ન કરાતા નારાજ થઈને જયપુરના બગરું પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેસી ગયા. જોકે લગભગ એક કલાક બાદ તેઓએ ફરીથી તેમનો પ્રવાસ આગળ ધપાવવા રવાના થઈ ગયા. પ્રહલાદ મોદી મંગળવારે રાતે જયપુર-અજમેર રાષ્ટ્રીય રાજમાર્ગ પર બગરું પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસી ગયા. તેમનું કહેવું હતું કે પોલીસે તેમને એસ્કોર્ટ પૂરું પાડયું નથી.

PMના ભાઈ પ્રહલાદ ને પોલીસ એસ્કોર્ટ ન મળતા, ભાજપ નેતાઓ સાથે પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી ગયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *