આખી દુનિયા જાણે છે કે મચ્છર કરડવાથી મેલેરિયા ફેલાય છે. પરંતુ મચ્છરોને મેલેરિયા કેમ નથી થતો? શું કારણ છે કે તેઓ લોકોને આટલી ભયાનક બીમારી આપ્યા બાદ પણ સુરક્ષિત રહે છે. વૈજ્ઞાનિકોએ તેની પાછળનું કારણ શોધી કાઢ્યું છે.વૈજ્ઞાનિકોએ એક એવો સૂક્ષ્મ જીવ શોધ્યો છે જેના કારણે મચ્છર અને મેલેરિયા નથી થતા. પરંતુ તે માણસોને બીમાર કરે છે.
અમેરિકાની ગ્લાસગો યુનિવર્સિટીએ કેન્યાના ઇન્ટરનેશનલ સેન્ટર ઇનસેક્ટ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ મળી આ સૂક્ષ્મ જીવાણુ ઑ ની શોધ કરી છે.વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સૂક્ષ્મ જીવાણું મચ્છરોનાં જનન અંગમાં હોય છે એટલા કારણે મચ્છરો અને તે મેલેરિયાથી બચાવે છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ માઈક્રોજીવાણું નું નામ છે માઇક્રોસ્પોરીડિયા એમ્બી.આ જીવાણુ મચ્છરની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિને વધારે મજબૂત કરે છે કે જેના કારણે મેલેરિયાના જીવાણુ અને તે મેલેરિયા ને હરાવી દે છે. આ એક પ્રકારની ફૂગ હોય છે જે મચ્છરના શરીરમાં રહે છે.
આ રિસર્ચ કરનાર વૈજ્ઞાનિકોના ટીમના ડૉક્ટરએ ખુલાસો કર્યો કે માઈક્રોસ્પોરીડિયા મચ્છરના શરીર માં મેલેરિયાના પ્લાઝમોડિયમ ને ફેલાવાથી સંપૂર્ણ રીતે રોકે છે. એટલા માટે મચ્છરોને ક્યારેય મેલેરિયા નથી થતો.
વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં આ બેક્ટેરિયાને કારણે એટલે કે સૂક્ષ્મ જીવાણુઓને કારણે મનુષ્ય માં પણ આવી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ કરી શકાશે જેથી માણસોને પણ મલેરિયા ન થાય.આ સૂક્ષ્મ જીવાણુઓ મચ્છરો માં આખા જીવનકાળ દરમ્યાન રહે છે જેના કારણે તે મેલેરિયાથી બચી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news