મુંબઈની જેલમાં પહોચ્યો કોરોના-100થી વધુ લોકોના રીપોર્ટ આવ્યા પોઝીટીવ

મુંબઈમાં કોરોનાવાયરસ પોતાના પગ ઝડપથી પસારી રહ્યો છે.સામાન્ય જનતા બાદ હવે જેલમાં બંધ કેદીઓ અને તેના કર્મચારીઓ પણ તેની ઝપેટમાં આવી ગયા છે. મુંબઈની આર્થર રોડની જેલના કેદીઓ સહિત સાત કર્મચારીઓના પોઝિટિવ મળી આવ્યા છે.મળતી વિગતો પ્રમાણે જેલમાં ખાવા બનાવાનુ બનાવનાર રસોઈયો પોઝિટિવ મળ્યો છે. જેના બાદ સંક્રમણની ચપેટમાં કેદીઓ અને કર્મચારીઓ આવી ગયા.જેલમાં સંક્રમિત લોકોની સંખ્યા વધારે વધી શકે છે અહીંયા પણ કેદીઓની તપાસ કરવામાં આવી રહી છે.

સંક્રમિત કેદીઓ અને કર્મચારીઓને મુંબઈના જી.ટી.હોસ્પિટલમાં અને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેના પહેલા રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે સંવાદદાતા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે જેલના ૭૭ કેદીઓ આ વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઇ છે.

જણાવી દઈએ કે કોરોનાવાયરસ ના સંક્રમણના 692 નવા કેસ સામે આવ્યા બાદ સંતોની સંખ્યા વધીને 11219 થઈ છે. તેમજ ૨૫ લોકોના મૃત્યુ સાથે મૃતકોની સંખ્યા 437 પર પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *