હાલમાં જે એક વૈજ્ઞાનિક અભ્યાસનો દાવો છે કે એક ખાસ ઉપાય થી કોરોનાવાયરસ ના ૮૦ ટકા થી વધારે કેસને ઓછા કરવામાં આવી શકે છે. વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમે વાયરસનો સામનો કરવા માટે ઘણા નવા પ્રકારના મોડલો નો પ્રયોગ કર્યો છે, જેમાંથી એક ચીજ વસ્તુ ને સૌથી ઉપયોગી જણાવ્યું છે. આ સમયે આખી દુનિયા lockdown ખોલવા તરફ ધીમે ધીમે પગલાં ભરી રહી છે, તેવામાં વૈજ્ઞાનિકોનો આ દાવો લોકો માટે ખૂબ ઉપયોગી નીવડી શકે છે.
નવા આંકડાઓ અનુસાર ઇતિહાસ અને વિજ્ઞાન કોરોનાના પ્રસારને રોકવા માટે એક જ વાત પર સહમત છે અને તે છે માસ્ક પહેરવા સાથે સામાજિક અંતરનો ખ્યાલ રાખવો. Nbc news ના રિપોર્ટ અનુસાર કોરોના વિરુદ્ધ માસ્કની પ્રભાવશાળીતા પર ઘણી ચર્ચાઓ બાદ છેલ્લે વ્હાઇટ હાઉસે પોતાના કર્મચારીઓને માસ્ક પહેરવા ફરજિયાત કરી દીધું છે. તેમજ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કામ કરી રહેલા અન્ય તમામ નેતાઓને પહેલેથી જ માસ્ક પહેરી રાખ્યા હતા.
આ અભ્યાસ કેલિફોર્નિયા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય કમ્પ્યુટર વિજ્ઞાન સંસ્થા અને હોંગકોંગના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલયના રિસર્ચ અને વૈજ્ઞાનિક મોડેલ પર આધારિત છે. અભ્યાસના મુખ્ય શોધ કરતાં ડોક્ટર ડેકાઈ વુનું કહેવું છે કે માસ્કની અનિવાર્યતાનો આધાર વૈજ્ઞાનિક મોડલ અને તેની જરૂરિયાત છે.
અભ્યાસ અનુસાર 6 માર્ચે જાપાનમાં કોરોનાવાયરસ થી ફક્ત 21 લોકોના મૃત્યુ થયા હતા.તે જ દિવસે કોરોના થી અમેરિકામાં 2129 લોકોના મૃત્યુ થયા હતા તે જાપાનમાં થયેલા મૃત્યુ થી દસ ગણા વધારે છે.અમેરિકા lockdown ખોલવાની તૈયારીમાં છે જ્યારે જાપાનમાં ક્યારેય પણ તે રીતે lockdown લાગુ કરવામાં આવ્યું જ નથી.
જાપાનમાં હવે નવા કેસો ખુબ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. જ્યારે આખી દુનિયામાં કોરોનાવાયરસ ના કેસ વધતા જઈ રહ્યા છે. આવું એટલા માટે છે કારણ કે જાપાનમાં માસ્ક પહેરવાનું કલ્ચર પહેલેથી જ છે.
આંતરરાષ્ટ્રીય પત્રિકા વેનિટી ફેયરે પોતાના એક લેખમાં લખ્યું કે ત્યાં સુધી કોરોનાવાયરસની વેક્સીન નથી બની જતી ત્યાં સુધી આપણે ફક્ત માસ્ક પહેરવાથી જ બચવાનું કામ કરી શકીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news