પહેલા તબક્કામાં કંપની આગ્રામાં 110 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અને 10000 થી વધુ લોકોને રોજગાર મળશે. જર્મન કંપની ભારતમાં લેટ્રિક ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને કામ કરશે. કંપની આગામી બે વર્ષમાં આ સંપૂર્ણ રોકાણ કરશે.
જર્મન કંપની ચીન છોડીને ભારત આવવા માંગે છે કારણ કે, યુપી સરકાર નવી કંપનીઓને રાહતો આપી રહી છે ઉપરાંત આગ્રામાં ફૂટવેર પ્રોડક્શનનું હબ પણ કહેવાય છે. જેથી અહીંયા સસ્તું અને સ્કિલ્ડ લેબર પણ ઉપલબ્ધ છે. મળતી માહિતી અનુસાર, પહેલા તબક્કામાં જર્મન કંપની આગ્રામાં કંપનીની સ્થાપના કરશે. અને બીજા તબક્કામાં અન્સીલરી કંપની લગાવવા માટે કામ કરશે. જે કંપનીની જરૂરી કાચો માલ પૂરો પાડશે.
આ જર્મન કંપની બુટ, સોલ્સ, ખાસ પ્રકારના કાપડ અને રસાયણો ભારતને પૂરા પાડશે. જે હાલમાં ભારત પાસે અસ્તિત્વમાં નથી. ચીન છોડીને ભારતમાં આવનાર જર્મન કંપનીને યુપીમાં રોકાણ કરવાનું મોટું કારણ એ છે કે, અહીં સસ્તી અને સારી મજુરી છે. આ ઉપરાંત બુટ-ચપલના ઉત્પાદન માટે જરૂરી કાચો માલ પણ ઉપલબ્ધ છે.
આવી સ્થિતિમાં વિશ્વમાં 80 થી વધુ દેશોમાં ફુટવેર સપ્લાય કરનારી જર્મન કંપની વોન વેલક્સ ચીનને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. આ ઉપરાંત કંપનીએ પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ છે, યુપી સરકારની છૂટ પણ એક મોટું કારણ છે. આ ઉપરાંત, ફૂટવેર ના ઉત્પાદન માટે આગરા મુખ્ય કેન્દ્ર છે. તે માટે જર્મન કંપનીએ આ જિલ્લાની પસંદગી કરી છે. મળતી માહિતી પ્રમાણે, આ કંપનીમાંથી દર વર્ષે 30 મિલિયન જોડી ફુટવેર બનાવવામાં આવશે.
જર્મનીની જૂતાની કંપનીએ તેના મેન્યુફેક્ચરિંગ યુનિટને ચીનથી આગ્રામાં સ્થળાંતર કરવાની વાત કરી છે, જ્યારે ઓપ્પો અને એપલ જેવી મોબાઇલ કંપનીઓએ પણ ભારત શિફ્ટ થવાનું કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા સાથેના ટ્રેડ વોર અને હવે કોરોના વાયરસના રોગચાળાને કારણે સપ્લાય ચેનને અસર થઈ રહી હોવાથી લગભગ એક હજાર કંપનીઓ ચીન છોડવા માંગે છે.
હવે ચીનને દુનિયાના દરેક દેશો સબક શીખવવા માંગે છે. આ ઉપરાંત અમેરિકાએ પણ ત્યાંથી તેમના દેશ માં આવતી કંપનીએ 30 ટકા ટેક્સમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે તેમની કંપનીઓને ચીનથી બીજા દેશમાં લઈ જવાનો વિચાર કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news