મંદીમાં નોકરી ગુમાવી બેસેલા આ વ્યક્તિએ પત્નીના દાગીના વેચી કર્યો આ સાહસ, અત્યારે કરે છે 100 કરોડનું ટર્નઓવર

ઉત્તરાખંડના હર્ષપાલસિંહ ચૌધરીનો કિસ્સો કોઇ આદર્શ વય્ક્તીથી કમ નથી. 2007ની વૈશ્વિક મંદીના કારણે તેમણે પોતાની નોકરી ગુમાવી હતી. ત્યારે તેમને 6,700 રૂપિયા પગાર મળતો પણ…

ઉત્તરાખંડના હર્ષપાલસિંહ ચૌધરીનો કિસ્સો કોઇ આદર્શ વય્ક્તીથી કમ નથી. 2007ની વૈશ્વિક મંદીના કારણે તેમણે પોતાની નોકરી ગુમાવી હતી. ત્યારે તેમને 6,700 રૂપિયા પગાર મળતો પણ તેઓ નિરાશ ન થયા. તેમણે પત્નીના દાગીના વેચીને 2 લાખ રૂપિયા મેળવી હર્બલ પ્રોડક્ટ્સ બનાવવાની નાની ફેક્ટરી ખોલી. આજે તેમની કંપનીનું ટર્નઓવર રૂપિયા 100 કરોડ થવામાં આવ્યું છે છે. તેમણે તેમના આખા ગામને રોજગારી આપી છે.

હર્ષપાલ ઉત્તરાખંડના નાના ખેડૂત પરિવારમાંથી આવે છે. માઇક્રોબાયોલોજી અને ફૂડ સેમ્પલિંગનો અભ્યાસ કર્યા બાદ 1994માં તેમણે હેલ્થકેર અને ફૂડ સેમ્પલિંગ સેક્ટરમાં નોકરી શરૂ કરી. સોનીપતમાં તેમની નોકરી બરાબર ચાલતી હતી ત્યાં 2006માં મંદીના અણસાર આવવા માંડ્યા. ત્યારે તેમની પાસે પૈસા નહોતા પણ તેઓ સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇચ્છતા હતા. પત્ની બીનાના દાગીના વેચીને 2 લાખ રૂપિયા ભેગા કર્યા. તેમાંથી નવસારીમાં નાની ફેક્ટરી નાખી. પહેલો ઓર્ડર અમેરિકાથી દાડમના જ્યુસમાંથી 2 કિલો પાઉડર બનાવવાનો મળ્યો હતો.

આ કામ વધતાં મોટી ફેક્ટરીની જરૂર જણાઇ. જમીન ખરીદવા રૂપિયા 2 કરોડ ની જરૂર હતી. તેટલા પૈસા નહોતા. તેથી ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલમાં તેમના ગામ જામરિયામાં પૈતૃક જમીન પર ફેક્ટરી નાખવાનું નક્કી કર્યું. ગામમાં 2 કરોડના મશીનો લગાવ્યાં. 2012માં ફેક્ટરી તૈયાર થઇ ગઇ. તે વિસ્તારમાં આ પહેલી ફેક્ટરી હતી. કાચા માલ માટે ગામના લોકોને જ ટ્રેનિંગ અપાઇ. 6 લોકો સાથે શરૂ થયેલી ફેક્ટરીમાં હાલ 100 લોકો છે, જેમાંથી મોટા ભાગના ગામના જ છે.

હર્ષપાલની કંપનીમાં તૈયાર આંબળા, હળદર, આદું, ગળો, તુલસી, એલોવેરા, કાળા મરી સહિત 100 પ્રોડક્ટનો અર્ક દુનિયાભરમાં જાય છે. હર્ષપાલે એમેઝોન સાથે સેનિટાઇઝરની ડીલ પણ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *