સરપંચે ત્રણ વર્ષ સુધી અમેરિકા લઇ જવાની લાલચ આપી યુવતી સાથે બાંધ્યો શારીરિક સંબંધ અને પછી

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પુણા ગામના કથિત ડેપ્યુટી સરપંચે ત્રણ વર્ષ આગાઉ એક યુવતીને અમેરિકા લઈ જઈશ તેવી લોભામણી લાલચ આપીને…

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પુણા ગામના કથિત ડેપ્યુટી સરપંચે ત્રણ વર્ષ આગાઉ એક યુવતીને અમેરિકા લઈ જઈશ તેવી લોભામણી લાલચ આપીને યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતી સાથે શરીર સુખ મેળવતો. તેનો પીછો કરતો હતો. આખરે યુવતીને તરછોડી દીધા બાદ પણ તેની સાથે સંબંધ બાંધવાની કોશિષ કરી ધમકીઓ આપતો અને ફોટો વાઈરલ કરી બદનામ કરવા અંગે બ્લેકમેલિંગ કરાતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની વિગતો એવી છે કે, પરેશ પટેલ(ઉ.વ.આ.37) નામના વ્યક્તિએ અમેરીકા લઇ જઇશ તેવી લોભામણી લાલચો આપીને ભોગબનનાર સાથે પ્રેમ સંબધ બાંધવા જણાવેલ, તેથી ભોગ બનનાર તેની વાતોના પ્રભાવમાં આવી ગયેલ અને તેની સાથે પ્રેમ સંબધ બંધાયેલ. ત્યારબાદ તેની મીઠી મીઠી વાતોમાં આવી જઇ ભોગ બનનારે તેની સાથે પહેલીવાર શરીર સંબધ બાંધેલ. તેમ છતા તેઓ અવારનવાર તેનો પીછો કરતા અને તેઓની સાથે સંબધ રાખવા માટે તેણીને દબાણ કરતા.

ત્યારબાદ એક દિવસ તેઓએ તેણીને ફોન કરી જણાવેલ કે “તુ મારી સાથે સંબધ નહી રાખીશ તો હું તને ગામમાં બદનામ કરી નાખીશ. મારી પાસે તારા ફોટા છે. તે હું વાયરલ કરી નાખીશ અને તુ ગામમાં કે સમાજમાં તારૂ મોઢુ બતાવી શકિશ નહી. હું ડેપ્યુટી સરપંચ છુ. મારૂ કોઇ કશુ બગાડી નહી શકે”

આ ધમકી બાદ પીડિતા ગભરાઈ જઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *