30 જુન પહેલા પુરા કરવા જ પડશે આ કામ, નહીતર ભોગવવું પડશે મોટું નુકશાન- સરકારે કરી જાહેરાત

કોરોના વાયરસના કારણે ભારતને જો સૌથી મોટું નુકશાન અર્થતંત્રમાં થવાનું છે. કોરોના મહામારી થી લાખો લોકોને બચાવવા માટે ભારત સરકારે છેલ્લા બે મહિનામાં લાગૂ કરેલા લોકડાઉનના કારણે ભારતની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયુ છે. અર્થવ્યવસ્થાની ગાડી ફરી પાટા પર દોડે તે માટે હજુ દરેકને ઘણી રાહ જોવી પડશે. હાલમાં ભારત સરકાર તરફથી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર તરફથી અનેક પ્રકારના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સાથે-સાથે સરકારે (Tax Saving Schemes) રોકાણ, PAN સાથે આધાર લિન્ક સહિત નાણાંકીય કામો માટેની સમય અવધી વધારીને જૂન સુધી કરી દીધી છે.

નાણાકીય વર્ષ 2019-20ને લઈને 30 જૂન સુધી આ તમામ કામ પતાવી લેવા નકર જો ચુક્યા તો મોટું નુકસાન થશે. ભારત સરકારે PANને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન 2020 કરી દીધી છે. જો તમે 30 જૂન સુધી તમારા PANને આધાર સાથે નહી જોડો તો તમારું કાર્ડ માન્ય ગણાશે નહી. તમે પછી કોઇ લેવડદેવડ કરી શકશો નહી. આઈટીઆર ભરવા માટે પણ PANની જરૂર પડે છે. તો મહત્વની વાત એ છે કે 30 જૂન 2020 સુધીમાં તમારે તમારા PANને આધાર સાથે લીંક કરવું પડશે.

નાણાકીય વર્ષ 2019-20 માટેની ટેક્સ બચત કવાયત પૂર્ણ કરવાની તારીખ 31 માર્ચ 2020થી વધારીને 30 જૂન 2020 કરવામાં આવી હતી. આવી રીતે જો તમે જો તમે હજી સુધી ટેક્સ બચત યોજનાઓમાં રોકાણ કર્યું નથી, તો તમારી પાસે 30 જૂન સુધીનો મોકો છે. 30 જૂન સુધી તમે 80C અને 80D હેઠળ ટેક્સમાં છૂટ મેળવી શકો છો. નાણાકીય વર્ષ 2018-19 માટે સુધારેલા આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ 30 જૂન કરી દેવામાં આવી છે.

જો તમે નાણાકીય વર્ષ 2018-19 માટે આઇટીઆર ફાઇલ કરી નથી, તો તમે 30 જૂન સુધી આઇટીઆર તરીકે ફાઇલ કરી શકો છો. જો તમે તે પીપીએફ ખાતું ચાલુ રાખવા માંગો છો, જે 31 માર્ચ 2020ના રોજ મેચ્યોર થતુ હોય અને લોકડાઉનને કારણે તે કરી શક્યા ન હો તો તમારી પાસે 30 જૂન સુધી આ કરવા માટે સમય છે. પોસ્ટ વિભાગે 11 એપ્રિલે રજુ કરેલા એક પરિપત્રમાં જણાવતા કહ્યું હતું કે પીપીએફ ખાતાને એક્સટેંડ કરવા માટે ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *