ભારતમાં મોટી માત્રામાં રહેલા મોબાઇલ ફોન ચાઈનીઝ કંપનીઓના છે. જેમ કે ઓપ્પો(oppo), વિવો(vivo), એમઆઈ(MI), વનપ્લસ(oneplus) વગેરે જેવી ઘણી મોટી મોટી કંપનીઓના મોબાઇલ ચીનમાં બનીને ભારત આવે છે. તમને જણાવી દઈએ કે સેમસંગ(samsung) અને આઈફોન(iphone) જેવી મોટી કંપનીઓના મોબાઇલ પણ ચાઇનામાં જ બનીને સમગ્ર વિશ્વમાં જાય છે. અવારનવાર એવી ઘટના સામે આવતી હોય છે કે આ મોબાઈલ ફાટ્યો અને તેની પાછળ ઘણા કારણો હોય છે. અહિયાં પણ Realmeનો એક મોબાઇલ ફાટતા આગ લાગી હતી.
અત્રે રીયલમી(Realme)નો એક સ્માર્ટફોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એક રીયલમીના વપરાશકર્તાએ દાવો કર્યો છે કે, ફોન ચાર્જિંગ સમયે ફાટી ગયો અને તેમાં આગ લાગી હતી. માત્ર એક દિવસ પહેલા જ આ ફોનને ખરીદનાર રોશન સિંહનું કહેવું છે કે, ફોન ઓફિશ્યલ ચાર્જરથી જ ચાર્જ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ફોન ફાટ્યો અને આગ લાગી હતી. પ્રાપ્ત થયેલા રિપોર્ટ અનુસાર, કંપનીનું કહેવું છે કે આ ઘટના સ્માર્ટફોન પર પડનારા કોઈ બહારના દબાણને કારણે થઈ છે.
રોશન સિંહે બળેલા ફોની તસવીરો રીયલમી(Realme)ના સર્વિસ સેન્ટર મોકલી હતી. કંપનીના પ્રતિનિધિએ ફોનની તસવીર જોઈ દાવો કર્યો કે, ફોન પર બહારથી કોઈ દબાણ કરવામાં આવ્યું છે. જેથી તે પંક્ચર થયું અને બેટરીએ આગ પકડી લીધી. અને આ ઘટના સર્જાણી હતી. એટલું જ નહીં જ્યારે રોશને ટ્વીટર પર તેની ફરિયાદ કરી તો કંપનીએ જરૂરી કાર્યવાહી કરવાની વાત કરી હતી. રોશન સિંહે બળેલા ફોન અને બિલની તસવીરો સોસીયલ મીડિયામાં પણ શેર કરી હતી.
કંપનીએ આપ્યો આવો જવાબ….
રીયલમી(Realme Xt) સ્માર્ટફોનમાં આગ લાગવાની ઘટના બની છે. કંપનીએ વળતો જવાબ આપતા કહ્યું કે, અમારા માટે પ્રોડક્ટની ગુણવત્તા સૌથી અગત્યની છે. રીયલમી(Realme) નો દરેક સ્માર્ટફોન ઘણી કઠોર ગુણવત્તા અને મજબૂતીની તપાસ થઈ પસાર થાય છે. કારણ કે ગ્રાહકોની સુરક્ષા અમારા માટે સૌથી અગત્યની છે. અમારી તપાસમાં જાણ થઈ છે કે, સ્માર્ટફોન બહારના દબાણને કારણે ક્ષતિગ્રસ્ત થયો હતો. સ્માર્ટફોનની બેટરીમાં આગ લાગી ગઈ કારણ કે સ્માર્ટફોન બહારની પંક્ચર હતો. અને આગ લાગી હતી.
જો તમારી સાથે આવું ના થાય તો તમારે શું કરવું…
ખાસ આવી ઘટના તમારા સ્માર્ટમોબાઇલ સાથે ના થાય એટલે તમારે કેવી સાવચેતી રાખવી જોઈએ એ જાણી લઈએ. તમને જણાવી દઈએ કે, સ્માર્ટફોનમાં આગ લગાવાની ઘટના અવરનવાર સામે આવતી રહે છે. માટે જરૂરી છે કે પોતાના સ્માર્ટફોનને આગથી બચાવવા માટે તમે અમુક જરૂરી વાતોનું ધ્યાન રાખો. હંમેશા ફોનની સાથે આવતા ચાર્જરથી જ ફોન ચાર્જ કરો. કોઈપણ પ્રકારની ખામી ફોનમાં જોવા મળે તો તેને આથેન્ટિંક સર્વિસ સેન્ટર પર જ રિપેર કરાવો. ચાર્જ કરતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે ફોન પર કંઇક પડ્યું ન હોય. જેથી અનાવશ્યક દબાણ આવે નહીં. આ ઉપરાંત ફોનને તડકામાં પણ ઓછો રાખવો જોઈએ અને લાંબા સમય સુધી ચાર્જર લગાવી રાખવું જોઈએ નહિ.
આ પહેલા Xiaomi Redmi Note 7 Proની બેટરી એક વપરાશકર્તાના પોકેટમાં ગરમ થઈને બ્લાસ્ટ થઈ હતી. સર્વિસ સેન્ટર ફોન લઈ જ્યારે યુવક પહોંચ્યો તો તેણે ફોનની અડધી રકમની માગ કરી. સર્વિસ સેન્ટરે પહેતા તો ગ્રાહકને જ જવાબદાર ગણાવ્યો. ત્યાર પછી રિપ્લેસમેન્ટ યૂનિટ માટે સ્માર્ટફોનની અડધી રકમની માગ કરી. ત્યાર પછી યૂઝરે પોસ્ટ કરી ઘટના અંગે જાણ કરી. ગ્રાહકે જણાવ્યું હતું કે તેણે ફોનને 90 ટકા ચાર્જ કર્યો હતો. જેવો તે ઓફિસ પહોંચ્યો તેનો ફોન ગરમ થવા લાગ્યો. પોકેટમાંથી ફોન કાઢતા જ તેમાથી ધુમાડા નિકળવા લાગ્યા. ત્યાર પછી બેટરીમાં આગ લાગી ગઈ. પોકેટમાંથી ફોન કાઢ્યાના માત્ર 5 સેકન્ડમાં ફોન બ્લાસ્ટ થઈ ગયો. અને આ ગ્રાહકને કોઈ જાનહાની ના થઇ એ ખુબ સારી વાત કહેવાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news