આજે રથયાત્રાના દિવસે સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકા જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જામનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અષાઢી બીજના દિવસે આકાશી મહેર સર્વત્ર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હોવાની માહિતી મળી રહી છે. જામજોધપુરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
રાજકોટની વાત કરીએ તો મેઘરાજાએ રાજકોટ જિલ્લામાં પધરામણી કરી હતી. ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી હતી. ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના મોવિયા ગામે ધોધમાર વરસાદથી વોંકળા છલકાયા હતા. આથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
છેલ્લા 24 કલાકમાં કચ્છ પર મેઘો ઓળઘોળ થયો હતો. માંડવીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે કચ્છના અન્ય તાલુકામાં મુંદ્રામાં 53 મિમિ, અબડાસામાં 30 મિમિ અને ગાંધીધામમાં 5 મિમિ વરસાદ પડ્યો હતો. રાજ્યના 17 જિલ્લાના કુલ 46 તાલુકામાં વરસાદ નોઁધાયો હતો.
રાજ્યમાં જુનાગઢના કેશોદમાં 40 મિમિ, અમરેલીના લાઠીમાં 27 મિમિ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં 112 મિમિથી 1 મિમિ સુધી વરસાદ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news