અહિયાં ખોદકામ કરતા પ્રગટ થયું 1200 વર્ષ જુનું શિવલિંગ અને મળી આવી આ ખાસ મૂર્તિઓ

ભારતમાં અવારનવાર ખોદકામ દરમ્યાન પ્રાચીન વસ્તુઓ મળી આવે છે. થોડા સમય પહેલા જ નદી કિનારે રેતીના ઢગલાનુ ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન રેતીના ઢગલામાંથી એક…

ભારતમાં અવારનવાર ખોદકામ દરમ્યાન પ્રાચીન વસ્તુઓ મળી આવે છે. થોડા સમય પહેલા જ નદી કિનારે રેતીના ઢગલાનુ ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન રેતીના ઢગલામાંથી એક એવી વસ્તુ બહાર આવી કે, ત્યાં હાજર લોકો અચંબામાં પડી ગયા. સામે રેતીમાં દબાયેલું એક વિશાળકાય મંદિર નજરે ચડ્યું જે ઘણા વર્ષો જૂનું જણાવવામાં આવી રહ્યું હતું.

આજે પણ આવી જ એક પ્રાચીન વસ્તુ મળી આવી છે. મળતી માહિતી અનુસાર, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ ખ્યાતનામ માય સન મંદિરમાં ખોદકામ કરી રહ્યું હતું આ દરમ્યાન બલુઆ પથ્થરમાંથી બનેલું એક શિવલિંગ મળી આવ્યું છે. જણાવી દઈએ કે, સાઉથ વિયેતનામમાં ખોદકામ દરમિયાન આ શિવલિંગ મળી આવ્યું હતું. જ્યારે પુરાતત્વ વિભાગ ખોદકામ કરી રહ્યું હતું ત્યારે આ શિવલિંગ મળી આવ્યું હતું. તેની જાણકારી ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને આપી છે અને સાથે જ ફોટો પણ શેર કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, તે શિવલિંગ આશરે 1100 વર્ષ પ્રાચીન હોઈ શકે છે.

જોકે, સાઉથ વિયેતનામની સાથે પ્રાચીન ભારતમાં ઘણા ગાઢ સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધ રહ્યા હશે તેવું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે તેના પ્રમાણ અવાર-નવાર મળતા જ રહ્યા છે. જેમ કે, બૌદ્ધ ધર્મને માનનારા આ દેશમાં 13મી સદી સુધી હિંદુ અને બોદ્ધ ધર્મની કલાકૃતિઓ પુરાતાત્વિક ખોદકામમાં મળી ચુકી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ 2011માં માયસનના કેટલાક વિભાગોને રિસ્ટોર કરવાની જવાબદારી લીધી. તેના બે કારણો હતા.

માય સન મંદિર વિયેતનામના મધ્યમાં ક્વેંગ નેમ પ્રાંતમાં બનેલું છે. તે મંદિર વર્ષ 1969માં અમેરિકી હવાઈ હુમલામાં ઘણું બધુ ધ્વસ્ત થઈ ગયું હતું. આમ તો મૂળ રૂપથી તે મંદિર હિંદુ ધર્મ પર આધારિત મંદિર છે, જ્યાં એક જ પ્રાંગણમાં મંદિરોનો સમૂહ છે. અહીં કૃષ્ણ, વિષ્ણુ તેમજ શિવની મૂર્તિઓ પહેલા પણ મળી ચુકી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ મંદિરનું નિર્માણ ચંપાના શાસકોએ ચોથીથી 14મી સદીની વચ્ચે કરાવ્યું હશે. ચારેય બાજુએ પહાડોથી ઘેરાયેલા આ મંદિરનું પ્રાંગણ આશરે 2 કિમીના દાયરામાં ફેલાયેલું છે. પરંતુ બોમ્બમારા બાદથી આ મંદિરમાં લોકોના આવવા-જવાનું બિલકુલ બંધ થઈ ગયું અને હવે ત્યાં ખોદકામ થઈ રહ્યું છે.

હાલ મળેલું શિવલિંગ બલુઆ પથ્થરમાંથી બનેલું છે અને એકદમ સાબુત છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં આવેલા રિપોર્ટમાં ASIના એક અધિકારીએ જણાવ્યું કે, આ વિશાળ શિવલિંગ ઉપરાંત, પહેલા પણ ખોદકામમાં વધુ 6 શિવલિંગ પણ મળી ચુક્યા છે. મંદિર પરિસર કરતા પહેલા પણ ઘણી મૂર્તિઓ અને કલાકૃતિઓ મળી છે, જેમાં ભગવાન રામ અને સીતાના લગ્નની કલાકૃતિ અને નકશીદાર શિવલિંગ પ્રમુખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *