લોકોને સંયમના પાઠ શીખવતા જૈન સાધુ ફરીથી વિવાદમાં આવ્યા છે. આ વખતે ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ પર તંત્ર, મંત્ર અને મેલી વિદ્યાઓના નામે જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરવના આક્ષેપ થયા છે. જૈન તીર્થના ટ્રસ્ટીએ જ સોમવારે રાત્રે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ઈડર પોલીસે આ મામલે ભોગ બનનાર મહિલાઓના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.
ઈડરમાં છેલ્લા ૩૧ વર્ષથી સર્જન તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરતા ડૉ. આશિત પ્રફુલચંદ્ર દોશી (ઉ,૫૬)એ ઈડર પોલીસ સ્ટેશનમાં મહારાજ સાહેબ કલ્યાણસાગર અને રાજતીલક સાહેબ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદી પાવાપુરી સંમેત શીખર તીર્થધામ, સર્વ કલ્યાણ ટ્રસ્ટ અને અષ્ટપદ જલમંદિર ટ્રસ્ટમાં છેલ્લા ૧૨ વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. ટ્રસ્ટીઓની ગેરહાજરીમાં મહારાજ સાહેબ કલ્યાણ સાગર અને રાજતીલક સાગર મહારાજ ટ્રસ્ટનો વહીવટ કરતા હતા.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર છેલ્લા એક વર્ષથી ડૉ.આશિત સહિતના ટ્રસ્ટીઓને બંને મહારાજ સાહેબો વિરુદ્ધ વ્યાભિચારની ફરિયાદો મળી હતી. આ બંને મહારાજ સાહેબો જૈન ધર્મના નૈતિક મૂલ્યોની જીવનચર્યાની જગ્યાએ સાંસારિક જીવનચર્યા મુજબ રહેતા હતા. બન્ને મહારાજ સાહેબને જૈન ધર્મની સાધુ તરીકે મળેલી ઉપાધીનો દુરુપયોગ કરી મહિલા અનુયાયીઓને જૈન ધર્મની આડમાં ધાક ધમકી અને તંત્ર-મંત્રથી ડરાવીને મહિલાઓ સાથે શારીરિક સંબંધો બાંધી દુષ્કૃત્યો આચરતા હોવાની ફરીયાદ ટ્રસ્ટીઓને મળી હતી.
આ બાબતે ઈડર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એલ.વાઘેલાએ જંણાવ્યું હતું કે, બંને જૈન સાધુઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જેમાં બળાત્કારના આક્ષેપ ફરિયાદી ટ્રસ્ટીએ કર્યા છે. ભોગ બનનાર મહિલાનું સુરત જઈને નિવેદન લેવાની તજવીજ ચાલી રહી છે. મહિલના નિવેદન બાદ આગળની કાર્યવાહી થશે.
આ જૈન સંતોનો મહિલાઓ સાથે અડપલાનો એક વીડિયો હાલ ભારે ચર્ચાનું કારણ બન્યો છે. મંદિરના ટ્રસ્ટ્રી આશિત દોષીએ બંને મુની વિરૂદ્ધ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાનો વાયરલ થયેલો વીડિયો કબજે કર્યો છે. વીડિયોના આધારે પોલીસની પ્રાથમિક તપાસમાં બંને સંતો ગુનેગાર હોવાનું ફલિત થઇ રહ્યું છે અને ઇડર પોલીસે ફરિયાદના આધારે બંને સંતોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news