હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં સરકાર દ્વારા ફરજીયાત માસ્ક પહેરવાનો નિયમ ભાર પાડવામાં આવ્યો છે. આ નિયમના કારણે પોલોસ સાથે લોકો ખુબ જ ઝગડો કરી રહ્યા છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીમાં પોલીસ સાથે મારપીટનો કેસ સામે આવ્યો છે. અહીં રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બીજેપી ના એક નેતા અને તેના ભાઈનો પોલીસકર્મીઓ સાથે ઝઘડો થયો હતો.
જે બાદમાં દબંગ નેતાએ પોલીસ સાથે મારપીટ કરી હતી. પોલીસ ચોકી ઇન્ચાર્જ સાથે ગરવર્તન કર્યું હતું. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. ઘટનાની સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા ઉચ્ચ અધિકારીઓએ બીજેપી નેતા અને તેના સાથીઓની અટકાય કરી હતી. આ મામલો વારાણસીના લંકા વિસ્તારના સુંદરપુર પોલીસ સ્ટેશનનો છે.
આ સમગ્ર ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસકર્મીઓ સાથે સુંદરપુર ચોકીના પ્રભારી હૉટસ્પૉટ વિસ્તારમાં નાકાબંધી કરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક સવાર મિત્રો સાથે જિલ્લા પંચાયત સભ્યના પુત્ર વિકાસ પટેલ ત્યાં આવી પહોંચ્યો હતો. માસ્ક ન પહેરવા બદલ પોલીસે તેને અટકાવ્યો હતો. જે બાદમાં વિકાસ પોલીસ સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વિકાસ પટેલ મહાત્મા ગાંધી વિદ્યાપીઠનોઅધ્યક્ષ રહી ચુક્યો છે.
પુત્રએ પિતાને ફોન કરતા થોડીવારમાં ભાજપ જિલ્લા પંચાયતના સભ્ય સુરેન્દ્ર પટેલ અને તેનો ભાઈ બિન્દુ પટેલ પણ અન્ય લોકો સાથે ત્યાં આવી પહોચ્યા હતા. જે બાદમાં મામલાએ ગરમી પકડી લીધી હતી અને તમામ લોકોએ પોલીસ સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આરોપ છે કે આ દરમિયાન જાહેરમાં બંને ભાઈઓએ પોલીસકર્મીઓ અને ચોકી ઇન્ચાર્જ સાથે મારપીટ કરી હતી.
वाराणसी- बाइक चेकिंग के दौरान सुंदरपुर में पुलिसकर्मियों और बाइक चालक के बीच हाथा बही । जो गलत हो उसको दण्ड मिलना चाहिए।
सिर्फ समाचार के पेज से प्राप्त वीडियो। @dmvaranasi2016 @dgpup @UPPViralCheck @Uppolice @myogiadityanath @varanasipolice @adgzonevaranasi @NeelkanthAd pic.twitter.com/koHoIxCnu8— Raushan Patel (@Raushanptel) July 3, 2020
માસ્ક ન પહેરવાનું કારણ પૂછતા જ સુરેન્દ્ર પટેલ અને બિન્દુ પટેલે પોલીસ ચોકી ઇન્ચાર્જ અને અન્ય પોલીસકર્મીઓને ગંદી ગાળો ભાંડી હતી. જે બાદમાં પોલીસકર્મીઓ સાથે મારપીટ કરી હતી. આ મામલે પોલીસે વિકાસ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય સુરેન્દ્ર પટેલ તેમજ તેના ભાઈ બિન્દુ પટેલની ધરપકડ કરી લીધી છે. તમામ સામે સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news