મધ્યપ્રદેશ સરકારની કોવિડ-19 ગાઈડલાઈન્સનો ભંગ કરનારાઓને હોસ્પિટલમાં વૉલંટિયર તરીકે કામ કરવાં માટે જવું પડશે. રિપોર્ટ મુજબ, મધ્ય પ્રદેશના એક શહેરમાં માસ્ક વગર જો પકડાયા તો તમારે હોસ્પિટલ અને પોલીસ ચેક પોસ્ટ પર વૉલંટિયર તરીકે કામ કરવાનું રહેશે. અધિકારીઓ સાથેની બેઠક કર્યા બાદ કિલ કોરોના અભિયાન હેઠળ મધ્યપ્રદેશના આ શહેરના જિલ્લાધિકારી કૌશલેંદ્ર વિક્રમ સિંહે આ કાયદાને બહાર પાડ્યો છે.
જિલ્લાધિકારીએ જણાવતાં કહ્યું છે કે, આ કાયદોનો અમલ કરી દેવામાં આવ્યો છે. જો લોકો કોરોનાની ગાઈડલાઇનને પાળતાં નથી, તો તેમણે કોરોના વોરિયર્સની ડ્યૂટી કરવી પડશે. તેમણે 3 દિવસ માટે હોસ્પિટલ કે પોલીસ ચેક પોસ્ટ પર વોલંટિયર તરીકે કામ કરવાનું રહેશે. મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના કુલ 15,000 કેસ સામે આવ્યા છે, અને ત્યાં કુલ 600થી પણ વધુ લોકોના મોત થયા છે.
મધ્યપ્રદેશમાં આવેલ ગ્વાલિયર શહેરમાં જો કોઇપણ વ્યક્તિ માસ્ક વિના જાહેર સ્થળો પર ફરતો દેખાશે તો, પછી તેણે હોસ્પિટલ અથવા પોલીસ ચેક પોસ્ટ પર 3 દિવસ સુધી કામ કરવું પડશે. કોરોનાના વધી રહેલ કેસોને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લાધિકારીએ જણાવતાં કહ્યું કે, કોરોના વાયરસનાં લીધે લાગૂ કરવામાં આવેલા નિયમોનું પાલન નહીં કરવાના કારણે દંડ પણ વસુલવામાં આવશે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકો માસ્ક વિના બહાર ફરતાં પકડાશે કે પછી કોરોનાના નિર્દેશોનું પાલન કરતા નથી, તો ન ફક્ત તેમણે દંડ ભરવાનો રહેશે પરંતુ હોસ્પિટલો અને કોરોના દર્દીની તપાસ કરનારી ક્લિનિકોમાં 3 દિવસ સુધી કામ કરવાનું રહેશે. આ આદેશનાં અમલની શરૂઆત થઇ ગઈ છે. પોલીસે માસ્ક વિના ફરી રહેલા કુલ 16 લોકોને પકડ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, કલેક્ટર વિક્રમ સિંહ અને SP નવનીત ભસીન પોતે જ રસ્તા પર ઉતર્યા અને માસ્ક વિના ફરી રહેલા કુલ 16 લોકોને પકડ્યા છે. તેમાંથી કુલ 8 લોકોને દંડની સાથે-સાથે કોરોના બચાવ કામમાં વૉલંટિયર્સ તરીકે ડ્યૂટી પણ સોંપી દેવામાં આવી છે. તો, વળી કુલ 8 લોકોને બીમારી અને બીજાં કારણોને લીધે છોડી દેવામાં આવ્યા છે.
કલેક્ટરે જણાવતાં કહ્યું કે, બીજાં રાજ્યો જેમ, કે ઈંદોર, ભોપાલથી આવનારા લોકોની સરહદ પર તપાસ કરવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારે ‘કિલ કોરોના’નાં નામથી એક અભિયાનની પણ શરૂઆત કરી છે. જેની હેઠળ કોરોના દર્દીઓને સામે લાવવા માટે ‘ડોર ટૂ ડોર’ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news