કોરોના વચ્ચે ટાટા લાવ્યું મજેદાર સ્કીમ- જાણી અત્યારે જ લઇ આવશો Tiago અને Altroz

ભારતીય કંપની ટાટા મોટર્સ (Tata Motors) લોકડાઉન બાદ પોતાના કારોબારને વધારવા માટે અનેક શાનદાર ઓફર્સ કસ્ટમર્સ માટે લોન્ચ કરી છે. ટાટા મોટર્સે બુધવારે six-month EMI holiday સ્કીમ લોન્ચ કરી હતી. આ સ્કીમનો લાભ કેટલાક પસંદગીના મોડલ ટિયાગો, નેક્સોન અને એલ્ટોઝ ઉપર મળી રહી છે. આ ઓફર અંતરગત ગ્નેરાહક 6 મહિના સુધી ઈએમઆઈ આપવો નહીં પડે. સાથે જ પાંચ વર્ષની લોન સીમા, જીરો ડાઉન પેમેન્ટ અને કારની ઓન રોડ કીંમતની 100 ટકા ફાઈનાન્સનો સમાવેશ થાય છે.

કંપનીએ પોતાના વિભિન્ન કાર લોન સહિયોગીઓ સાથે મળીને આઠ વર્ષ સુધીની લોન ઉપલબ્ધ કરાવી રહી છે. આકર્ષક ફાઈનાન્સ સ્કીમ ઉપરાંત કંપની પોતાના કેટલાક મોડલ્સ ઉપર જુલાઈમાં 65 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવા જઈ રહી છે. ટાટા મોટર્સે કહ્યું કે કારોનું વેચાણ મે મહિનાની તુલનામાં જૂન મહિનામાં વધુ રહ્યું છે.

Six-month EMI holiday સ્કીમઃ

આ હોલિડે સ્કીમ અંતર્ગત કસ્ટમર માત્ર 5555 રૂપિયા પ્રતિ મહિના એટલે કે 185 રૂપિયા પ્રતિ દિવસના ઈએમઆઈ ઉપર Tata Altrozને ખરીદી શકે છે. આવી રીતે Tata Nexonને 250 રૂપિયા પ્રતિ દિવસ અને Tiagoને 166 રૂપિયાના હિસાબથી મંથલી EMI 4999 રૂપિયાને ચૂકવીને ઘરે લાવી શકો છો. આ ઓફર માત્ર Nexon, Altroz અને Tiago ઉપર આપવામાં આવી રહી છે.

ઝીરો ડાઉન પેમેન્ટ ઉપર ખરીદી શકો છો વાહનઃ

ટાટા મોટર્સના કહેવા પ્રમાણે આ યોજના અંતર્ગત ગ્રાહક હવે ઝીરો ડાઉન પેમેન્ટ કરી શકે છે. આને છ મહિનાના ઈએમઆઈ ઉપર છૂટ મળી રહી છે. એટલે કે 6 મહિના સુધી ઈએમઆઈ આપવા નહીં પડે. માત્ર મહિનાનું વ્યાજ આપવાનું રહેશે. પાંચ વર્ષ લોન ટેન્યોર માટે 100 ટકા સુધી ઓન રોડ ફંડિગ કરી શકે છે.

આ ફોર કરુર વેશ્ય બેન્કની સાથે પાર્ટનરશિપ અંતર્ગત આપવામાં આવી રહી છે. આ સ્કીમનો લાભ માત્ર એ વ્યક્તિઓને મળશે જેમની સેલેરી અથવા બિઝનેસ આના યોગ્યતા ધરાવતા હશે. કંપનીનું કહેવું છે કે તેઓ અનેક ફાઈનાન્સ પાર્ટનર્સની સાથે પોતાને એસોસિએશનના માધ્યમથી આઠ વર્ષ સુધી લોન-ટેન્યોર ઈએમઆઈ ઉપર સસ્તી સ્ટેપ-અપ ઈએમઆઈની રજૂઆત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *