યુવાનના ખિસ્સામાં ચાઇનીઝ ફોન ફાટ્યો અને આવ્યું ગંભીર પરિણામ- પરિવારે ગુમાવ્યો જુવાન દીકરો

મોરબી નેશનલ હાઇવે ઉપર બધુનગર ગામ પાસે વિચિત્ર બનાવ બન્યો હતો. જેમાં એક યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના પેન્ટના ખિસ્સામાં રહેલો ચાઇનિઝ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો અને સાથળના ભાગે ગંભીર ઇજા થઇ હતી. બાદમાં બાઇક પર થી કાબુ ગુમાવટ બાઈક ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઇજા થવાથી થવાથી આ યુવાનનું મોત નીપજ્યું હતું.

મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ વાંકાનેરના વઘાસીયા ગામે જી.આઇ.ડી.સી.માં આવેલ ચિરાગ એન્જી. વર્કસમાં કામ કરતો ગુડ્ડુભાઇ શ્રાીભાઇ સાહની (ઉ.વ.૨૭) નામનો યુવાન ગત તા.૧૫ જુલાઈના રાત્રીના ૧૧ કલાકે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર બંધુનગર ગામ પાસેથી પોતાના બાઇક પર જઈ રહ્યો હતો. તે દરમ્યાન રસ્તામાં ચાલુ બાઈકે યુવાનના પેન્ટના ખીસ્સામાં રાખેલો મોબાઇલમાં અચાનક ફાટ્યો હતો.જેથી યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

મોબાઈલ ફાટવાથી યુવાને મોટર સાયકલ પરનો કન્ટ્રોલ ગુમાવ્યો અને બાઇક સ્લીપ થઇને ડિવાઈડર સાથે અથડાયું હતું.આથી ગંભીર ઇજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં યુવાનનું તા.૧૬ ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે મૃતક યુવાન ચીનની રિયલ મી કંપનીનો મોબાઈલ વાપરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *