તમે રોટલી તો દરરોજ બનાવતા જ હશો, પરંતુ હવે ઘરે બનાવો હોટેલ જેવી રૂમાલી રોટી

દરેક લોકોના ઘરે રોટલી તો બનતી જ હશે. નાના બાળકોને રોટલી ખાવી ગમતી નથી. નાના બાળકો આખો દિવસ નાસ્તો કર્યા કરે છે. પરંતુ આજે અમે તમારી સામે એક ખાસ પ્રકારની રોટલી લઈને આવ્યા છીએ. આ રૂમાલી રોટી નાના બાળકોથી માંડીને દરેક લોકોને ભાવશે. રૂમાલી રોટી ને બે પડવાળી રોટલી પણ કહી શકાય છે.

જરૂરી સામગ્રી:

1 કપ મેંદો

2 ટી સ્પૂન ઘી

1 ટી સ્પૂન બેકિંગ પાવડર અથવા સાજીના ફૂલ

3 ટી સ્પૂન ખાંડ

૧ કપ દૂધ

1કપ ગરમ કરેલું દહીં

માખણ કે ઘી પ્રમાણસર

તેલ પ્રમાણસર

મીઠું પ્રમાણસર

રૂમાલી રોટી બનાવવાની રીત:

સૌ પ્રથમ એક કપ મેંદો લઈ તેમાં ઘી નાખો. ત્યારબાદ તેમાં બેકિંગ પાઉડર, ખાંડ અને દહીં નાખીને 5 મિનિટ રહેવા દો. ત્યારબાદ બધું મિક્સ કરીને દૂધ વડે રોટલીના લોટ જેવો લોટ બાંધો. રોટલીના લોટ જેવો લોટ બાંધ્યા બાદ લોટ ની ઉપર ઘી લગાડીને ત્રણ કલાક સુધી ઢાંકી દો.

ત્રણ કલાક પછી બે એક સરખા ગોળ લૂઆ કરો. ત્યારબાદ આપણે રોટલી બનાવીએ તે રીતે એકસરખી બે રોટલી બનાવો. આ બંને રોટલી વચ્ચે તેલ ચોપડો અને મેંદો ભભરાવો. ત્યારબાદ બંને રોટલી ને ભેગી કરીને ફરી વખત પતલી વણો.

રોટલી વણાઈને તૈયાર થઇ ગયા બાદ તવી ઉપર ધીમા તાપે શેકી ને બંને રોટલી ને છૂટી પાડવી. રોટલી સારી રીતે શેકાઈ ગયા બાદ તેની ઉપર ઘી અથવા માખણ લગાડો. ઘી અથવા માખણ લગાડ્યા બાદ રોટલી ને અર્ધગોળ વાળવી. ત્યારબાદ ફરીથી એ રીતે વાળવી. આમ કરવાથી રોટલી ત્રિકોણાકાર બની જશે. અને ત્યારબાદ ગરમાગરમ રોટલી પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *