વિસનગરમાં 100 વર્ષ કરતા પણ જુના સિનિયર સિટિઝન ક્લબમાં ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલનો નાનો ભાઈ હિમાંશુ રાવલ અને ફોઈનો દીકરો બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતા હોવાની પોલીસને બાતમી મળી હતી.
જેના આધારે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી જિલ્લાની અન્ય બે પોલીસ એજન્સીઓ દ્વારા મધરાતે ધમધમતા જુગારધામ ઉપર રેડ કરી હતી. જેમા જુગારધામ ચલાવતા પરેશ રાવલના સગા નાના ભાઇ અને ફોઇનો દિકરો સહિત 20 શખ્સને ઝડપી પાડ્યા હતા.પોલીસે 6.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મહેસાણા પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ એસ.બી. ઝાલા વિગેરે મોડી રાત્રે એલસીબી કચેરીએ હાજર હતા ત્યારે બાતમી મળી હતી કે રાવલ કિર્તી રમેણીકેલાલ તથા રાવલ હિમાંશુ ડાહ્યાલાલ બન્ને વિસનગરમાં કૃષ્ણ સિનેમા પાસે આવેલા મથુરદાસ ક્લબ નામની સંસ્થામાં બહારથી જુગારીયા બોલાવી પૈસા પાનાથી જુગાર રમાડે છે. જિલ્લા પોલીસ અધિક્ષક પાસેથી જુગારની રેડનું વોરંટ મેળવી જિલ્લા પોલીસની આ બન્ને એજન્સીઓએ ક્લબમાં રાત્રે 1.30 કલાકે રેડ કરી હતી.
અંદર તપાસ કરતાં પૈસા પાનાથી જુગાર રમતા હતા અને પોલીસે જુગારધામ ચલાવતા પરેશ રાવલના નાના ભાઇ રાવલ હિમાંશુ ડાહ્યાલાલ હરગોવનદાસ સહિત 20 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જુગાર ધામ પરથી 1.94 લાખની રોકડ, 16 મોબાઇલ ત્રણ વાહનો તથા મોબાઈલ સહિત કુલ રૂા. 6,33,540ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી 20 જુગારીયા સામે કાર્યવાહી કરી છે.
જુગારીઓને વિસનગરના જુગારધામમાં લવાતા હતા
વિસનગરના મથુરદાસ ક્લબમાં ચાલતા હાઈ પ્રોફાઈલ જુગારધામમાં અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાંથી લોકો જુગાર રમવા આવતા હતા જોકે જુગારધામની આગળ વાહનોનો ખડકલો ન થાય અને કોઈને શંકા ન પડે તે માટે બહારગામથી જુગારીયા લાવવામાં અને લઈ જવા માટે બે ઈકો ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે બન્ને ગાડી પોલીસે જપ્ત કરી છે.
કોની કોની ધરપકડ કરાઇ
(1) રાવલ હિમાંશુ ડાહ્યાલાલ હરગોવનદાસ (પરેશ રાવલનો નાનો ભાઈ) (2 ) રાવલ કિર્તી રમણીકલાલ જયશંકર, રહે. વિસનગર (પરેશ રાવલના ફોઈનો દીકરો) (3) લાલવાણી (સીન્ધી) નરેન્દ્ર પ્રિતમદાસ હેમંતદાસ, રહે. અમદાવાદ (4) ઠાકોર ભુપતજી જવાનજી, બેચરાજી, રહે. પુંદ્રાસણ (5 ઠાકોર ભરતજી શકુજી બેચરજી રહે. પુંદ્રાસણ (6) પરમાર રમેશ ગણેશભાઈ નાથાભાઈ, રહે. વાવોલ (7) પટેલ કેતન ભાયચંદભાઈ શંકરદાસ, રહે. ગોઝારિયા (8) પરમાર અલ્પેશ ગાભાભાઈ શંકરલાલ, રહે. ગાંધીનગર (9) વાઢેર (રાજપૂત) પરીમલ બાબુભાઈ નારણભાઈ, રહે. ગોઝારિયા (10) પરીખ (વૈષ્ણવ વાણીયા) નિલેષ જયંતિલાલ મણીલાલ, રહે. અમદાવાદ, સેટેલાઈટ (11) કુરેશી મહેબુબમીયા ભાઈમીયા જભુણીયા, રહે. અમદાવાદ, સરખેજ (12) પટેલ કનુ પ્રહલાદભાઈ માધવદાસ, રહે. લાંઘણજ (13) શાહ રાજુ નંદલાલ મણીલાલ, રહે. અમદાવાદ, ઈસનપુર (14) પટેલ બળદેવ મગનભાઈ ત્રિભોવનદાસ, રહે. લાંઘણજ (15) પટે વિનુ ગાકળદાસ પ્રભુદાસ, રહે. દિપરા દરવાજા, વિસનગર (16) પટેલ અજય ચંદુભાઈ ગણેશભાઈ, રહે. લાંઘણજ (17) સોની ગીરીસ બાબુભાઈ પરસોત્તમભાઈ, રહે. વાડજ, અમદાવાદ (18) પટેલ પ્રવિણ જયંતિભાઈ ઈશ્વરદાસ, રહે. દીપરા દરવાજા, વિસનગર (19) કોળી (ભૈયા) પરશુરામ ઉર્ફે કિસન બરખુરામ, રહે. વિસનગર તથા (20) નાયી ભાણજી પશાભાઈ ત્રિભોવનભાઈ, રહે. વિસનગર એમ કુલ 20 જુગારીયાઓની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news