ગઢડાના રાયપર પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે કાર ઝડપાઈ

ગઢડા તાલુકાના રાયપર ગામે કેરાળા ગામના રોડ પર વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે પસાર થતી કારના ચાલકે પોલીસને જોઈ કાર ભગાડી મુકતા મોડી રાત્રે પોલીસે પીછો કરતા ફિલ્મ ઢબે દ્રશ્યો સર્જાયા હતા દરમિયાન રાયપરનો બુટલેગર દારૂ ભરેલ કાર છોડી ફરાર બનતા પોલીસે કારનો કબજો મેળવી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબજે લઈ વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર ગઢડા પોલીસ સ્ટાફ ગત રાત્રિના સુમારે નાઈટ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, ગઢડા તાલુકાના રાયપર ગામે રહેતો વિજય રવુભાઈ બોરીચા તેના કબજા ભોગવટાની સીયાઝ કાર નં. જી.જે.૦૫ જે.એમ. ૮૩૫૮માં વિદેશી દારૂ ભરી પસાર થવાનો છે જે હકીકત આધારે મોડી રાત્રિના ૧૨.૩૦ કલાકના અરસા દરમિયાન રાયપર ગામ નજીક પોલીસ વોચમાં હતા તે સમયે હોળાયા તરફથી આવતી ઉપરોક્ત કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ભગાડી મુકતા તેને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા શખસ અંધારાનો લાભ લઈ વોકળામાં કાર છોડી ફરાર થયો હતો.

આ દરમિયાન ગઢડા પોલીસે કારનો કબજો મેળવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૨૮૮ બોટલ તેમજ બીયર ટીન ૧૨૦ મળી આવતા વિદેશી દારૂ – બીયર કાર સહિતનો મુદ્દામાલ કબજે લઈ ફરાર વિજય બોરીચા વિરૂધ્ધ ગઢડા પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *