રાજ્યમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત પછી હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોના વાયરસનાં પોઝિટિવ કેસો સતત વધતાં જાય છે. ત્યારે રાજકોટમાં ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસો વધતા જ રાજકોટના આજુબાજુના ગામડાના લોકોએ અન સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે.
વળી, બીજી બાજુ રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલનાં ડૉક્ટર દ્વારા ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં તથા ત્યારપછી દર્દીનું મોત નીપજ્યું હોય તેવી પહેલી ઘટના જસદણમાં પ્રકાશમાં સામે આવી છે. ડૉકટરની બેદરકારીને લીધે કોરોના પોઝિટિવ દર્દીને સીધા હોસ્પિટલ મોકલવાને બદલે ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં તથા ઘરે થોડાંક જ સમયમાં દર્દીનું અવસાન થયું હતું.
ત્યારપછી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દર્દીને પ્લાસ્ટિકમાં વીંટવાની કામગીરી પણ કરવામાં આવી ન હતી, જેનાંથી દર્દીના પુત્ર તથા પૌત્રએ આ કામગીરી કરતા તે બન્ને પણ પોઝિટિવ થઈ ગયાં હતા.રિપોર્ટ મુજબ જસદણમાં આવેલ સાણથલી ગામમાં રહેતા 73 વર્ષની વયના વલ્લભ ધડુકની તબિયત લથડતાં તેઓને નજીકની હોસ્પિટલ પર ટેસ્ટ કરવા માટે લઈ ગયાં હતા.
શુક્રવારનાં રોજ વલ્લભ ધડુક ટેસ્ટ કરાવવા માટે ગયા હતાં ત્યારે 5:30 વાગી ગયા હોવાથી ડૉક્ટરે પણ ટેસ્ટ નહીં લેવાય એવું જણાવ્યું હતું, ત્યારપછી બીજા દિવસે વલ્લભ ધડુકની તબિયત વધુ લથડતાં તેઓએ બપોરનાં સમયે ટેસ્ટ કરાવવા ગયા હતાં ત્યારે બપોરે ટેસ્ટ કર્યો હતો તથા રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે પણ ડૉક્ટરે વલ્લભ ધડુકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાનાં બદલે ઘરે જવા પણ કહ્યું હતું અને જણાવ્યું હતું કે, તમે ઘરે જાઓ એમ્બ્યુલન્સ ત્યાં જ આવી જશે. જ્યારે વલ્લભ ધડુક ઘરે પહોંચ્યા ત્યારે થોડાંક જ સમયમાં તેમનું અવસાન પણ થયું હતું.
વલ્લભ ધડુકનું મોત થયા પછી તેમના સંબંધી વિનુ ઘડુકે પણ અંતિમવિધિના માર્ગદર્શન માટે ‘બ્લોક હેલ્થ ઓફિસર’ ડૉક્ટર રામને પણ કોલ કર્યો હતો. ત્યારે ડૉક્ટર રામે ઉત્તર આપ્યો હતો કે, મૃતકને રાજકોટ લઇ જવાની પણ કોઈ જરૂર નથી, ગામમાં જગ્યા સારી એવી શોધી ખાડો કરીને દફન કરી દો તમે બધા જ તમામ કામગીરી પતાવી દો, આ માટેની હું PPE કીટ પણ મોકલી આપું છું.
ત્યારપછી વલ્લભ ધડુકના પુત્ર ભરત ધડુકે હોસ્પિટલના બીજાં તબીબોને કોલ કરતાં જ એમ્બ્યુલન્સ ઘરે આવી હતી તથા એમ્બ્યુલન્સમાં પ્લાસ્ટિક પણ હતું, પણ આરોગ્ય વિભાગ દ્વારા વલ્લભ ધડુકના મૃતદેહને પ્લાસ્ટિકમાં વીંટવા માટે પણ કોઈ આવ્યુ ન હતું. જેથી, આ કામગીરી એમ્બ્યુલન્સ ડ્રાઈવર, ભરત ધડુક તથા તેના પુત્ર દ્વારા જ કરવામાં આવી હતી. ત્યારપછી વલ્લભ ધડુકના મૃતદેહને પણ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે ફરીથી રાત્રે કોલ આવ્યો હતો કે, રાજકોટ આવવું પડશે તેથી ભરત ધડુકને રાજકોટ લઈ ગયા હતાં તથા રાત્રે બધી જ પ્રક્રિયાને પૂર્ણ કરી એમ્બ્યુલન્સ બદલાવીને અંદાજે રાત્રે 1 વાગ્યે રામનાથપરામાં વલ્લભ ધડુકના મૃતદેહને અંતિમ સંસ્કાર PPE કીટ પહેરીને કર્યા હતા.
વળી, બીજી બાજુ આરોગ્ય તંત્રની બેદરકારીને લીધે ભરત ધડુક તથા તેના પુત્રએ વલ્લભ ધડુકના મૃતદેહને પ્લાસ્ટિકમાં વીંટ્યો હોવાને લીધે બંને પિતા-પુત્રનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP