રક્ષાબંધન નિમિતે ઘરે આવેલ નક્સલવાદી ભાઈની પાસે બહેને માંગ્યું વચન- ભાઈએ આ રીતે પૂરું કર્યું બહેનનું વચન 

3 ઓગસ્ટનાં રોજ રોજ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે એક ઘટના સામે આવી રહી છે. માત્ર 22 વર્ષના મલ્લાનાં નક્સલવાદનાં જીવનને એની બહેન લિંગેએ અંત કરી દીધું હતું. 12 વર્ષ અગાઉ મલ્લાનાં કાકા તેને પોતાની સાથે જ લઇ ગયા હતા.

મલ્લાનાં હાથમાં એમણે હથિયાર પણ પકડાવી દીધું હતું. હવે, જ્યારે તે રક્ષાબંધનનાં પર્વની ઉજવણી કરવાં માટે ઘરે પરત આવ્યો તો બહેન લિંગેએ તેને કહ્યું, કે હું તને રાખડી ત્યારે જ બાંધીશ, જ્યારે આપ આત્મસમર્પણ કરશો.

ઘણું વિચાર્યા બાદ મલ્લાએ આત્મસમર્પણ કરવાની બહેનની આ માંગણીનો સ્વીકાર કરતા તેણે આત્મસમર્પણ પણ કરી દીધું હતું તેમજ બહેન લિંગેએ પોતાનાં ભાઈને પોલીસ સ્ટેશનમાં જ રાખડી બાંધીને, આરતી ઉતારીને તેમજ મીઠાઈ ખવડાવીને ભાઈના લાંબા આયુષ્યને માટે પ્રાર્થના પણ કરી હતી.

મલ્લા ઘણી મોટી નક્સલી ઘટનાઓને અંજામ આપવા માટે પણ સામેલ રહ્યો છે. પોલીસે તેના પર કુલ 8 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. તે ઘણાં સમયથી છુપાતો જ ફરતો હતો. બહેનને ભાઈ મલ્લાના એન્કાઉન્ટરનો ભય સતાવી રહ્યો હતો. એ પણ ઇચ્છતી હતી, કે તેના ભાઈ તેમજ પરિવારને પણ આ ભયથી છુટકારો મળે.

નક્સલી દશમીએ અંદાજે કુલ 20 દિવસ અગાઉ જગદલપુરમાં જ આત્મસમર્પણ કર્યું હતું. એના પર કુલ 5 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું. એને પણ પોતાના ભાઈ લક્ષ્મણને અપીલ કરી હતી, કે તે પણ આત્મસમર્પણ કરી દે.

દશમીએ જણાવતાં કહ્યું, કે લગ્નના 6 મહિના પછી પતિ વર્ગીસનું પણ એન્કાઉન્ટરમાં મોત નીપજ્યું હતું. હવે તે ભાઈને ગુમાવવા માંગતી નથી, એ મચકોટમાં કમાન્ડર પણ છે. દશમીએ જણાવતાં કહ્યું, કે તે વર્ષ 2011માં તેમજ ભાઈ વર્ષ 2016માં નક્સલ સંગઠનમાં પણ સામેલ થયા હતા.

માર્ચમાં સુકમા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનાર બાદલે જણાવતાં કહ્યું, કે મારી નાની બહેન જોગી પણ નક્સલ લીડર દેવાની સાથે કામ કરી રહી છે. તેને જણાવીશ, કે રક્ષાબંધનનાં તહેવાર પર આત્મસમર્પણ કરે, તથા તેની સાથે મળીને રક્ષાબંધનનો તહેવાર ઊજવીશું.

જોગી વર્ષ 2014માં નક્સલ સંગઠનમાં પણ સામેલ થઇ હતી. પોલીસ લોન વર્રાટૂના નામથી અભિયાન પણ ચલાવી રહી છે, જેના દ્વારા ભટકી ગયેલ નક્સલીઓને આત્મસમર્પણ કરાવતા તેમજ એમને નક્સલવાદનાં જીવનમાંથી બહાર લાવવામાં આવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *