હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે વર્ષ દરમિયાન કરવામાં આવતાં તમામ તહેવારની ઉજવણીને બંધ રાખવામાં આવેલ છે. હાલમાં થોડાં સમય બાદ જન્માષ્ટમીનો તહેવાર ખુબ જ નજીક આવી રહ્યો છે.
દ્વારકામાં આ વર્ષે જન્માષ્ટમી પર્વ નિમિતે મંદિર પણ બંધ રહેશે. કોરોના મહામારીને લઈને તંત્ર દ્વારા મંદિરનાં પ્રવેશ દ્વાર પણ બંધ રહેશે. ઇતિહાસમાં સૌપ્રથમ વાર આ વર્ષે જન્માષ્ટમી પર્વ પર મંદિરનાં દ્વાર ભક્તોની માટે બંધ જ રહેશે. દ્વારકાને પ્રાચીન નગરી પણ કહેવાય છે, ચારધામ પૈકીનું એક ધામ એટલે કે દ્વારકામાં બારે માસ જ ભક્તોની ભીડ રહેતી હોય છે.
આ વખતે ઇતિહાસમાં સૌપ્રથમ વાર મંદિરનાં પ્રવેશદ્વાર ભક્તોની માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનો કહેર સમગ્ર રાજ્યમાં સતત વધતો જ જાય છે, ત્યારે તંત્ર દ્વારા મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે આ વખતે ભક્તો તેમજ ભગવાનની વચ્ચે કોરોના કહેરને લીધે સામાજિક અંતર ઘણું વધી ગયું છે.
કોરોનાએ આખી દુનિયામાં એવો કહેર વર્તાવ્યો છે, કે મંદિરોમાં પ્રવેશદ્વાર બંધ થયો વૈશ્વિક મહામારીએ લોકોને ભગવાનથી પણ દુરી બનાવવાં માટે મજબૂર કરી દીધા છે. જન્માષ્ટમી આમ તો દર વર્ષે અહીં ધામધૂમપૂર્વક ઉજવાતો સૌથી મોટો ઉત્સવ છે.
દ્વારકામાં પણ આ સમયે કુલ દોઢ થી બે લાખ જેટલાં હરિભક્તો આ સમયે દ્વારકાનાં દર્શન માટે તેમજ જન્માષ્ટમી પર્વ પર તો ખાસ આવતાં જ હોય છે. દ્વારકાધીશનાં જન્મ દિનનાં વધામણાં કરવાં માટે ભક્તો પણ દેશ તેમજ દુનિયાભરમાંથી આવતાં હોય છે.
અહીં હર્ષો ઉલ્લાસની સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. અહીંનું ભવ્ય વાતાવરણ જોઈને જ ઘણાં લોકો મંત્રમુગ્ધ બની જાય છે. જય દ્વારકાધીશની… જય હો નંદનાં લાલની… સહિતનાં નાદની સાથે જ દ્વારકાની શેરીઓ પણ દ્વારકામય બની જાય છે.
કૃષ્ણનાં જન્મદિન નિમિત્તે એટલે, કે શ્રાવણ વદ આઠમ તિથિને કૃષ્ણ પક્ષનાં દિવસે સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. જેને ‘કૃષ્ણ જન્મોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનાં જન્મદિવસ તરીકે જ ઉજવવામાં આવે છે. દ્વારકા તથા મથુરા સહિત ભારતભરનાં કૃષ્ણ મંદિરોમાં પણ જન્માષ્ટમીની રાત્રે ‘કૃષ્ણ જન્મોત્સવ’ની ભવ્ય રીતે ઉજવણી તેમજ આરતી, પૂજા પણ કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP