એવું તો શું કર્યું કે ગુજરાતની આ મહાનગરપાલિકાને માત્ર બે જ મહિનામાં થઈ કરોડો રૂપિયાની આવક- જાણો વિગતવાર

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આ મહામારીને લીધે લાખો લોકોના મોત પણ થઈ ચુક્યા છે. તમામ લોકોનાં ધંધા પણ ભાંગી પડયા છે. ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ જામનગરમાંથી એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા 26મે થી 31 જુલાઈ સુધીમાં મિલ્કતવેરા તથા પાણી વેરાની માટે ખાસ એક રીબેટ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કુલ 43,000 કરતાં પણ વધુ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. આ રીબેટ યોજનાથી કોર્પોરેશનને માત્ર 2 મહિનાની અંદર કુલ 22 કરોડ રૂપિયાની આવક મેળવી છે. હાલમાં આ યોજના કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલની માટે 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં પણ આવી છે.

આ અંગે મળતી જાણકારી મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા 26મેથી મિલકતવેરા તથા પાણી વેરામાં પણ 30 જૂન સુ કુલધી 10-25% સુધીની વળતર યોજના જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ કોરોનાની સ્થિતિને લીધે મહાનગરપાલિકાએ આ યોજનાની મુદત પણ વધારી દીધી હતી.

ઘર વેરામાં તથા ઘરનાં પાણી વેરામાં પણ વળતરની મુદત 31 જુલાઇનાં રોજ પૂર્ણ થઇ ગઈ હતી. આ યોજના હેઠળ અંદાજે કુલ 44,000 જેટલાં આસામીઓએ ઘર વેરામાં કુલ1.71 કરોડ રૂપિયાનું વળતર પણ મેળવ્યું હતું. આની ઉપરાંત પાણી ચાર્જમાં પણ કુલ 20,000 થી પણ વધુ લાભાર્થીઓએ કુલ 32.64 લાખ રૂપિયાનું વળતર મેળવીને કુલ 3.18 કરોડ રૂપિયા પણ ચુકવ્યા હતાં.

આમ આ વળતર યોજનાની હેઠળ જામનગર મહાનગરપાલિકાને કુલ 22.48 કરોડ રૂપિયાની આવક પણ થઇ હતી. કોર્મશીયલ તથા ઇન્ડ્રસ્ટીયલ મિલકતનાં વેરામાં અને તેને સંલગન પાણીનાં વેરામાં રાહતની યોજના હજુ 1 મહિનો એટલે કે 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવેલી છે.

આ યોજનાની કામગીરી જામનગરનાં મ્યુ. કમિશ્ર્નર સતીષ પટેલની સુચનાથી ડે.કમિશ્નર વસ્તાણી, આસી.કમિશ્ર્નર નિર્મળ, ટેકસ ઓફિસર જી.જે.નંદાણીયાનાં માર્ગદર્શન નીચે વેરા શાખાનાં સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *