પુત્રને રાજી કરવા પિતાએ એવું કામ કર્યું કે, જાણી ને તમે પણ કહેશો વાહ!!

ક્યુબાની રાજધાની હવાનામાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. જ્યાં એક વ્યક્તિએ એનાં પુત્રનાં Wi-Fi સિગ્નલ માટે ઘરની છત પર એફિલ ટાવર બનાવ્યો હતો. કુલ 52 વર્ષીય માણસનાં પુત્ર એનરિક સેલગોડોએ તેને Wi-Fi સિગ્નલને માટે એન્ટેના બનાવવાનું કહ્યું હતું પરંતુ એણે તો ઘરની છત પર કુલ 13 ફૂટ ઊંચો એફિલ ટાવર બનાવી નાંખ્યો.

લોકો એનરિક સેલગોડોના આ કાર્યને જોઈને ખુબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. સેલગોડો વ્યવસાયે એક એકાઉન્ટન્ટ છે. પરંતુ આ લોખંડનું કામ એણે એમના પિતાની પાસેથી શીખ્યા હતા. ક્યુબાના સ્થાનિક મીડિયાનાં મત અનુસાર તે ક્યારેય પેરિસ નહોતો ગયો. માત્ર તેણે ફિલ્મો અને ફોટોગ્રાફ્સમાં જ એફિલ ટાવર જોયો છે.

જ્યારે સેલગોડોના દીકરાએ તેને Wi-Fi નું એન્ટેના બનાવવાનું કહ્યું, ત્યારે તેણે વિચાર્યું કે એફિલ ટાવર કેમ ન બનાવવો, જેનો ઉપયોગ એન્ટેનાની જેમ જ થવો જોઈએ. જો, કે જ્યારે તેણે તે પૂર્ણ કર્યું, ત્યારે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. કારણ કે તેને લાગ્યું હતું કે ટાવરનો એન્ટેના તરીકે ઉપયોગ કરવાથી તેની સુંદરતા સમાપ્ત થઈ જશે અને તેની મહિનાઓની મહેનત પણ નિરર્થક જશે.

એનરિક સેલગોડોનાં પુત્રએ તેમને આ ટાવર બનાવવામાં ઘણી મદદ કરી હતી. તેણે કહ્યું હતું કે એ એફિલ ટાવરનું મોડેલ અને ફોટો લાવ્યો છે. જરૂર સામાન ભેગો કર્યો ત્યારપછી તેણે તેને પ્રકાશવા માટે કારનાં હેલોજનનો ઉપયોગ કર્યો હતો.

હવાના તેની સુંદરતા, આર્કિટેક્ચર અને નાઇટલાઇફને માટે ‘પેરિસ ઓફ ધ કેરેબિયન’ તરીકે પણ ઓળખાય છે, પરંતુ અહીં એકમાત્ર વસ્તુ પેરિસનાં એફિલ ટાવરનો અભાવ હતો પરંતુ હવે આ ઉણપ પણ પૂર્ણ થઈ ગઈ છે. હવાનાને પણ એફિલ ટાવર મળી આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *