ત્રિરંગાનું અપમાન કરતાં પાકિસ્તાનીઓ સામે આ એકલો ભારતીય ભારે, કહ્યું – બાપ…બાપ…

હાલમાં કોરોના મહામારીને કારણે જ નહી પરંતુ શરૂઆતથી જ ભારતનાં સંબંધો પાકિસ્તાનની સાથે ઘણાં બગડેલાં જ છે. ઘણીવાર આતકવાદી હુમલાઓ પણ થતાં રહેતાં જ હોય છે આની સાથે જ આપણી સેનાનાં જવાનો શહીદ થતાં રહેતાં હોય છે. હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.

જો, આપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં હશો તો કદાચ તમે પણ એ વીડિયો જોયો હશે કે જેમાં માત્ર એક ભારતીય પાકિસ્તાનીઓને ભારે પડ્યો હતો. આ તસવીર હતી જર્મનીમાં આવેલ ફ્રેંકફર્ટની તેમજ દિવસ હતો ભારતનાં સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઑગસ્ટનો પાકિસ્તાન તેમજ ખાલિસ્તાનનાં સમર્થક ઘણાં ઉપદ્રવી ભારત તથા PM નરેન્દ્ર મોદીનાં વિરોધમાં આપત્તિજનક સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતાં.

ત્યાં હાજર એક ભારતીયથી આ સહન ન થયું  અને એમની સામે તે લડી પડ્યો હતો. આ શખ્સનું નામ પ્રશાંત વેંગુર્લેકર છે તથા તેઓ ફેંકફર્ટમાં જ રહે છે.પ્રશાંતનાં મત અનુસાર તેઓ ફેંકફર્ટમાં સ્વતંત્રતા દિવસ ઉજવતાં હતાં. જ્યાં એમને ઘણાં લોકો ભારતની વિરૂદ્ધ પ્રદર્શન કરતાં દેખાયા હતાં.

પ્રશાંતે થોડીવાર તો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. ત્યારપછી એમણે અપશબ્દો આપવાનું શરૂ કરી દીધું પાકિસ્તાની લોકો સતત ભારત તેમજ PM મોદીની માટે ખૂબ જ ખરાબ શબ્દોનો પ્રયોગ કરતાં હતાં. એક સમયે તો એમણે પ્રશાંતની સાથે છૂટાહાથની મારામારી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

એકલો હોવા છતાં પણ પ્રશાંત ત્યાં જ રહ્યા તેમજ કહી પણ દીધું, કે ‘બાપ બાપ હોતા હૈ’. એમણે દાવો પણ કર્યો કે એક પ્રદર્શનકારીએ એમનાં હાથમાંથી ત્રિરંગો છીનવીને ફાડી પણ દીધો હતો.

વ્યવસાયે સિવિલ એન્જિનિયર પ્રશાંત જર્મીની સરકારની માટે કામ કરી રહ્યો છે. પ્રશાંત છેલ્લાં કુલ 10 વર્ષથી જર્મનીમાં રહે છે. ટ્વિટર પર એમણે પોતાનું લોકોશેન માઇન્જ શહેર નાંખ્યું છે જે ફ્રેંકફર્ટનો હિસ્સો રહેલો છે. તેઓ સ્વતંત્રતા દિવસ પર ફ્રેંકફર્ટ ગયા હતાં.

જ્યારે એમનો સામનો આ ઉપદ્રવીઓની સાથે થયો હતો. પોતાને ‘ભારત માતાન ભકત’ ગણાવનાર પ્રશાંતનો આ વીડિયો સોશિયલ મીડિયા ખુબ જ પર વાઈરલ પણ થયો છે.પ્રશાંતે એક ખાનગી ન્યૂઝ ચેનલની સાથે વાતચીતમાં જણાવતાં કહ્યું, કે વર્ષ 2019 પછીથી ખાસ કરીને તો કલમ નં. 370 ખત્મ થયા પછી એમને ખબર નથી કે કાશ્મીર મુદ્દો કંઇ રીતે હેન્ડલ કરવો.

એમણે વધારે પ્રદર્શન શરૂ કર્યા હતાં પણ ઇન્ટરનેશલ કોમ્યુનિટીમાં એમને કોઇ પૂછતું નથી. એમની પ્રાસંગિકતા પણ પૂર્ણ થઇ ગઇ છે. પ્રશાંતે જણાવતાં કહ્યું હતું, કે તેઓ આ પ્રદર્શનકારીઓને એ જ સમજાવી રહ્યા હતાં કે શાંતિથી જતાં રહો. કારણ કે સમગ્ર વિશ્વ આ જ ઇચ્છે છે. નફરતને ફેલાવવાનો કોઇ અર્થ જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *