જોધપુરના રહેવાસી વિસ્તારમાં હિટ એન્ડ રન કેસનો એક વીડિયો સામે આવ્યો છે, જે જોઈ રુંવાડા ઉભા થઇ જશે. આ આખો મામલો સીસીટીવીમાં કેદ થયો હતો. બુધવારે સવારે આ ઘટના બની હતી પરંતુ સીસીટીવી હમણાં જ સામે આવ્યો છે.
ખરેખર, આ કિસ્સો રહેણાક વિસ્તારનો છે જ્યાં અકસ્માતનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. સવારે ગલીમાં સફાઇ ચાલુ હતી.
એક દંપતી વહેલી સવારે મંદિરમાં દર્શન કરી તેમના ઘરે પરત ફરી રહ્યા હતા. તે જ સમયે, એક ટવેરા કાર રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.
આ ટવેરા ગાડી દંપતીને એટલી જોરદાર ટક્કર મારી હતી કે તે કારની સાથે અથડાયા બાદ હવામાં ગાડી સહીત ઉછાળી પડ્યા હતા અને નીચે પડી ગઈ. આ ટક્કર બાદ ટવેરા વાહનનો ચાલક રોકાયા વિના ભાગ્યો હતો.
અવાજ સાંભળતાંની સાથે જ લોકો ઘરમાંથી બહાર નીકળ્યા અને લોહીલુહાણ દંપતીને રસ્તા પરથી હોસ્પિટલમાં લાવ્યા, જ્યાં પતિની હાલત ખૂબ જ ગંભીર છે અને પત્નીને પણ ઘણા ફેકચર થયાં છે. બંનેની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
હિટ એન્ડ રનથી ઘાયલ થયેલા બંને ખેતીવાડી માર્કેટના વેપારી અનિલ છાજેદ અને તેની પત્ની રેખા છાજેદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રહીશો વહિવટ અને પોલીસને સતત ફરિયાદ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં બેકાબૂ અને હાઇ સ્પીડ વાહનોનો ચાલી રહ્યા છે, જેના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews