હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ માં મહંદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમ છતાં રાજ્યમાં દરરોજ હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોનાનાં સમયમાં અમદાવાદ શહેરમાં લોકડાઉનનું કડક પાલન કરાવ્યા બાદ સરકાર દ્વારા DSP હરેશ દુધાતને સુરતમાં કોરોનાનાં કેસ વધતા ત્યાં વિશેષ સેવા માટે મોકલ્યા હતાં.
આ દરમ્યાન, સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થતાં DSP હરેશ દૂધાત અને તેમના પત્નીને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. હાલ બન્નેને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને CID ક્રાઇમના હરેશ દુધાતને સુરતના કોરોના પ્રભાવિત વિસ્તારમાં મોકલી આપવામાં આવ્યા હતાં. દુધાતે અગાઉ અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કંટ્રોલ કરવામાં મદદ કરી હતી.
હાલ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના દૈનિક 160થી 170ની આસપાસ કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 157 નવા કેસ નોંધાયા છે અને 4 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 173 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
24 ઓગસ્ટની સાંજથી 25 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 145 અને જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 148 અને જિલ્લામાં 25 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 30,521 થયો છે. જ્યારે 25,420 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને મૃત્યુઆંક 1,692 થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews