ડૉકટર ઓપરેશન દરમ્યાન મહિલાના પેટમાં ભૂલી ગયા ટુવાલ અને લઇ લીધા ટાંકા, પછી…

બિહારના ગયામાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે. આક્ષેપ કરવામાં આવે છે કે ઓપરેશન દરમિયાન ડોક્ટર 21 વર્ષીય મહિલાના પેટમાં ટુવાલ ભૂલી ગયા હતા. હકીકતમાં, મીરા દેવી નામની મહિલાને પ્રેગ્નેટ હતી તે દરમ્યાન દુખાવો થતા ખીઝરસરાય વિસ્તારમાં ખાનગી ક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. 29 જુલાઈએ ડોક્ટરે મહિલાનું ઓપરેશન કર્યું હતું. આ પછી પીડા ઓછી થવાને બદલે વધતી ગઈ હતી. ઓપરેશન પછી તેને સતત પીડા થઈ રહી હતી.

પીડિત પરિવાર દર્દીને લઇને પટણા પહોંચ્યો હતો પરંતુ હજી પણ મહિલાની પીડા ઓછી ન થઈ. ત્યારબાદ પરિવારે મહિલાને બીજા ખાનગી ક્લિનિકમાં દાખલ કરી હતી, જ્યાં ડોક્ટરે સિટી સ્કેન કરવાની સલાહ આપી. સિટી સ્કેનનો અહેવાલ જોઈને ડોકટરો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે મહિલાના પેટમાં એક જગ્યાએ કેટલીક સામગ્રી દેખાતી હતી.

જ્યારે ડોક્ટરોએ ફરીથી ઓપરેશન કર્યું ત્યારે તે આઘાત પામ્યા કારણ કે, મહિલાના પેટમાંથી એક ટુવાલ બહાર આવ્યો. ઓપરેશન દરમિયાન ડોકટરો સામાન્ય રીતે આ ટુવાલનો ઉપયોગ કરતા હોય છે.

મહિલાના પરિવારના સભ્ય મોહન કુમારે કહ્યું કે, તેના ભાઈની પત્નીની પહેલી ડિલિવરી થવાની હતી. આ માટે મહિલાને ગયા શહેરના આનંદી માઇ મોર નજીકના ખાનગી ક્લિનિકમાં દાખલ કરવામાં આવી હતી. 29 જુલાઈએ ડોક્ટરે ઓપરેશન કર્યું હતું પરંતુ ઓપરેશન પછી મહિલાને સતત પેટમાં દુખાવો થતો હતો. જેના કારણે બીજી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *