મહારાષ્ટ્રના ધુલિયામાં રહેતા શિક્ષકના ગળામાં બકારાનું હાડકું ફસાઈ ગયા બાદ સુરત સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. ધુલિયાની સિવિલ હોસ્પિટલમાં હાડકું બહાર કાઢી લેવાયા બાદ તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
હાડકું બહાર કાઢી ઘરે મોકલી આપ્યા…
મહારાષ્ટ્રના ધુલિયા ખાતે આવેલી રાજેશ્વર સોસાયટી શ્રી રામ પુડલિંક બલહે (ઉ.વ. 47) 18 વર્ષની એકની એક દીકરી અને પત્ની સાથે રહેતા હતા. શ્રી રામ 1994થી જિલ્લા પંચાયતની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ગત 23મી ઓગસ્ટે ભોજનમાં માસાહારમાં બકરાનું મટન આરોગ્યા બાદ હાડકું ગળામાં ફસાઈ ગયું હતું. તાત્કાલિક નજીકની ધુલિયા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાડકું બહાર કાઢી ઘરે મોકલી આપ્યા હતા.
અન્નનળીમાં કાણું પડી ગયું હતું…
હાડકું બહાર નીકળી ગયા બાદ ફરી તબિયત બગડી એટલે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં છાતીના એક્સ-રેમાં છાતીમાં પાણી ભરાયું હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે વધુ તપાસ કરતા અન્નનળીમાં કાણું પડ્યું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. 27મીએ સિવિલ આવેલા શ્રી રામનું રાત્રે 11:40 કલાકે મોત નીપજ્યું હતું. જેથી પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews