સુરતમાં શારીરિક અડપલાના બનાવો બનતા રહે છે. એવામાં કેટલાક મામલાઓની પોલીસ ફરિયાદ થાય છે તો કેટલાક ફરિયાદ થયા વગર જ દબાઈ જાય છે. એવામાં એક મોટો મામલો સામે આવી રહ્યો છે.
આ મામલો છે ગજેરા ગ્લોબલ સ્કુલના ટ્રસ્ટી તેમજ જાણીતા ઉદ્યોગપતિ ચૂની ગજેરા નો. સમગ્ર ઘટના એમ છે કે આ સ્કૂલના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ એ પોતાની જ સ્કુલની શિક્ષિકા ની છેડતી કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે શાળાની શિક્ષિકાએ ટ્રસ્ટી એ તેની સાથે શારીરિક બીભત્સ ચેન ચાળા કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે.
આ શિક્ષિકાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ ફરિયાદમાં તેણે તેની સાથે છેડતી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં સ્કૂલની શિક્ષિકાએ ગજેરા સામે બીભત્સ ચેનચાળા તેમજ માનસિક ત્રાસ આપવાની વાત કહી છે. તેવામાં અડાજણ પોલીસે શિક્ષિકાના ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ ચુની ગજેરા અને તેમના ભાઈ વસંત ગજેરા જેલવાસ ભોગવી ચુક્યા છે. તેઓને જમીન મામલે વિવાદને લઈને જેલવાસ ભોગવવો પડ્યો હતો.
લક્ષ્મી ડાયમંડ નામે ડાયમંડ ક્ષેત્રમાં મોટું માથું ગણાતા તેમજ મિલેનિયમ માર્કેટ સહિત મોટા પ્રમાણમાં બાંધકામ કરી બિલ્ડર તરીકે પણ મોટું નામ ધરાવતા વસંત હરિ ગજેરા અને ચૂની હરિ ગજેરા સામે અત્યાર સુધીમાં જમીન કૌભાંડને લગતા પાંચ ગુના નોંધાયા છે. ગુના નોંધાવાનો પ્રારંભ આજથી દસ વર્ષ પૂર્વે એટલે કે 2008ના વર્ષમાં થયો. તે વખતે કતારગામના રામજીકૃપા રો હાઉસના મામલે ગુનો નોંધાયો હતો. જેમાં ચૂની ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી અને તે આઠ મહિના જેલમાં રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews