ખેતીપ્રધાન ભારતમાં કૃષિ ક્ષેત્રની ઘોર અવગણના થઇ રહી છે- જાણો વિગતવાર

ભારતમાં ખેડૂતોની ઘોર અવગણના કરવામાં આવી રહી છે. આથી ખેતીનો ધંધો ઓછો નફાકારક થયો છે. ઉદ્યોગોની તુલનામાં ખેતીક્ષેત્ર સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોય તેવું…

ભારતમાં ખેડૂતોની ઘોર અવગણના કરવામાં આવી રહી છે. આથી ખેતીનો ધંધો ઓછો નફાકારક થયો છે. ઉદ્યોગોની તુલનામાં ખેતીક્ષેત્ર સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હોય તેવું સ્પષ્ટ થાય છે. આથી જ ૧૯૯૭ થી ૨૦૦૭ વચ્ચેના સમયગાળામાં ભારતમાં બે લાખથી વધુ ખેડૂતોએ ખેતી છોડી દીધી હતી. આ માટેનાં અનેક કારણોમાં સૌથી મોટું કારણ એ હતું કે, આ ખેડૂતો દેવાના બોજ તળે દબાયેલા હતા. નાસીપાસ થયેલા લાખો ખેડૂતોએ આત્મહત્યા કરીને મોતને વહાલું કરી લીધું હતું. ખેડૂતોની આર્થિક અને સામાજિક સ્થિતિ વિષમ બનતી જાય છે.

ભારતમાં ખેડૂતોને પરોક્ષ રીતે સબસિડી મળે છે. જ્યારે અમેરિકા સહિતના દેશોમાં ખેડૂતોને સીધી જ સબસિડી મળે છે. અમેરિકા બરાબર સમજે છે કે અનાજની આત્માનિભરતા વિના કાંઇ દશ વિકાસ સાથી શકે નહિ. ૧૯૯૫થી ૨૦૦૯ દરમિયાન અમેરિકી સરકારે ખેડૂતોને ૧૨.૫૦ લાખ કરોડ રૃપિયાની સબસિડી ચૂકવી હતી. યુરોપમાં પણ ખેડૂતોને વધુને વધુ પ્રમાણમાં સબસિડી ચૂકવવામાં આવી રહી છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટનો કૃષિનીતિ અંગેનો ૨૦૧૦ના વર્ષનો રિપોર્ટ કહે છે કે, ૨૦૦૯માં કૃષિ સબસિડીમાં ૨૧ ટકા જેટલો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સંગઠનમાં ૩૩ દેશો છે.

આવા સંજોગોમાં ભારતમાં કૃષિ સબસિડીમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. તે બાબત વિચિત્ર જણાય છે. એ પછી વીજળીની વાત હોય કે ખાતરની, બસ! કૃષિ સબસિડીમાં આર્થિક ઘટાડો કરવામાં આવી રહ્યો છે. એકબાજુ અમેરિકા-યુરૉપીય સંઘ ખાધાન્ન ઉત્પાદન વધારવા સતત પ્રયત્નશીલ છે. આની સાથોસાથ ભારત સહિતના અન્ય દેશોમાં ખાધાન્ન ઉત્પાદન ઘટે તેવા પેંતરા રચીને અમેરિકા પારકાં છોકરાને જતી બનાવવાની ચેષ્ટા કરી રહ્યું છે .

ભારતમાં ખેતી ક્ષેત્ર પર નવી સમસ્યા એ ઊભી થઈ છે કે, ખેતીવાડી હવે અત્યંત મોંઘી થઈ ગઈ છે. ખેતીની પડતર મોંથી થવાને કારણે પણ ખેડૂતો આ ક્ષેત્રમાંથી હટી જવા માંડ્યા છે, ભારતમાં રિઅલ એસ્ટેટની અકલ્પનીય તેજીના કારણે પણ ખેડૂતો જમીનો વેચી રહ્યા છે, દેશમાં ઔધોગિકરણ વધી રહ્યું છે. ઉદ્યોગોને નોંધપાત્ર પ્રોત્સાદન આપવામાં આવી રહ્યું છે, જ્યારે ખેતીની ઘોર અવગણના કરવામાં આવી રહી છે. ખેતીપ્રધાન દેશ ભારત માટે આવી સ્થિતિ ખતરનાક સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *