પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના દિગ્ગજ નેતા ડો.રઘુવંશ પ્રસાદસિંહનું (Raghuvansh Prasad Singh) આજે અવસાન થયું છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના નજીકના નેતાએ દિલ્હી સ્થિત એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા. બિહારના રાજકારણમાં રઘુવંશ બાબુ તરીકે ઓળખાતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનને થોડા દિવસો પહેલા દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શ્વાસ લેવામાં તકલીફ
છેલ્લા ઘણા દિવસોથી રઘુવંશસિંહની હાલત સતત ગંભીર હતી. કહેવામાં આવી રહ્યું હતું કે, તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી આવી રહી છે. દિલ્હીના એઈમ્સમાં 4 ડોકટરોની દેખરેખ ઇલાજરત રઘુવંશ બાબુએ આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. રવિવારે સવારે રઘુવંશ બાબુના પરિવારે જણાવ્યું હતું કે, તેઓ હજી વેન્ટિલેટર પર છે અને તેમની હાલત નાજુક છે. રઘુવંશ પ્રસાદ સિંહ 4 ઓગસ્ટથી દિલ્હીના એઈમ્સમાં સારવાર લઈ રહ્યા હત અને છેલ્લા ચાર દિવસથી તે વેન્ટિલેટર પર હતા.
The passing away of #RaghuvanshPrasadSingh is tragic. An outstanding leader rooted to the ground, he was a true stalwart with a phenomenal understanding of rural India. Condolences to his family & followers: President Ram Nath Kovind pic.twitter.com/UuCwycfmyI
— ANI (@ANI) September 13, 2020
આરજેડીમાંથી રાજીનામું આપ્યું છે
પૂર્વ કેન્દ્રીય પ્રધાન રઘુવંશ પ્રસાદસિંહે થોડા દિવસો પહેલા આરજેડીમાંથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હી એઇમ્સમાં દાખલ રઘુવંશ પ્રસાદસિંહે રાજીનામું એક સામાન્ય પાના પર મોકલ્યું હતું. આમાં, આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવને સંબોધન કરતાં તેમણે લખ્યું છે કે, જનનાયક કરપૂરી ઠાકુરના નિધન પછી તેઓ 32 વર્ષ તમારી પાછળ રહ્યા, પરંતુ હવે નહીં. પાર્ટીના નેતાઓ, કાર્યકરો અને સામાન્ય જનતાએ ભારે સ્નેહ આપ્યો. હું દિલગીર છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en