હાથરસમાં પીડિત યુવતી સાથે થયેલ દરિંદગીની ધટનામાં પીડિતીના પરિવારને મળવા માટે ઉતરપ્રદેશની પોલીસ દ્રારા અટકાયત બાદ હવે કોંગ્રસ નેતા પ્રિયંકા ગાંધીએ દિલ્હીના વાલ્મીકી મંદિરની મુલાકાત લીધી. તેઓ શુક્રવારે મંદિર પહોંચી અને પ્રાથર્ના સભામાં પણ સામેલ થઈ હતી.
વાલ્મીકી મંદિર પહોચીને પ્રીયંકા બોલી “હું અહિયાં પ્રાર્થના સભામાં સામેલ થવા માટે આવી છું” અને તેમણે મંદિરમાં લાગેલી મહાત્મા ગાંધીની મૂર્તિ પર પુષ્પ પણ અર્પણ કર્યા.
પ્રિયંકા ગાંધીએ હાથરસ ધટનામાં બોલી “પીડિત પરિવારને સરકાર તરફથી કોઈ પણ પ્રકારની મદદ મળી રહી નથી.એમનો પરિવાર એકલવાયાની લાગણી અનુભવી રહી છે.અમે રાજનીતિક દબાવ સરકાર ઉપર નાખીશું. અમારી બહેન સાથે અન્યાય થયેલો છે.અમે અમારી બહેનને ન્યાય અપાવીશું ,જ્યાં સુધી તેને ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે શાંત નહી રહીએ. ”
આપને જણાવી દઈએ કે પીડિત યુવતી પણ વાલ્મીકી સમાજમાંથી જ હતી અને દિલ્હીમાં જે જગ્યાએ વાલ્મીકી મંદિર છે તેની પાસે જ એક વાલ્મિકી વિસ્તાર(કોલોની) પણ છે.જ્યાં આ સમાજના જ ઘણા લોકો પણ રહે છે.
અહિયાં કોઈ પણ નેતાનું આવવું એ તેમના દલિત સમુદાયની સાથે ઉભા રહેવાનો સંદેશ માનવામાં આવે છે.મહાત્મા ગાંધીથી લઈને નરેન્દ્ર મોદી તથા અરવિંદ કેજરીવાલ તથા પ્રિયંકા ગાંધી સુધીના બધા જ ક્યાંક ને ક્યાંક આ જગ્યાને પોતાના સાર્વજનિક જીવન માં સાથે ઉભા હોવાનો સંકેતના રૂપમાં દર્શવામાં આવે છે. અને પ્રિયંકા ગાંધી અંતમાં એ પણ કહ્યું કે,“મહિલાઓની સુરક્ષાની જવાબદારી સરકારે લેવી જ પડશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle