કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીને કારણે ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જેને કારણે લોકો આર્થિક સંકડામળનો સામનો કરવો પડ્યો છે. હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચાર દેશની રાજધાની દિલ્હીમાંથી સામે આવી રહ્યાં છે.
સંદીપ સિન્હા દિલ્હીમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યાં હતાં. સારું એવું વેતન મળી રહ્યું હતું, સવારે બધું યોગ્ય ચાલી રહ્યું હતું. જો કે, કોરોનાને લીધે લોકડાઉન થયું તો એમની નોકરી જતી રહી. એમના બોસે આર્થિક તંગીનો હવાલો આપીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતાં. ત્યારપછી એમણે કુલ 400થી વધારે જગ્યાએ નોકરી માટે એપ્લાઈ કર્યું હતું.
જો કે, કોઈપણ જગ્યાએથી કોઈ પોઝિટિવ રિસપોન્સ આવ્યો નહી. ત્યારપછી એમણે પોતાનાં બિઝનેસની શરૂઆત કરી. પહેલા જ મહિનામાં કુલ 1.5 લાખથી વધારે કમાણી કરી. માત્ર 35 વર્ષના સંદીપે વર્ષ 2007માં એન્જિનિયરિંગ કર્યા બાદ 1 વર્ષ સુધી IT કંપનીમાં નોકરી કરી. ત્યારપછી એમણે MBA કર્યું. વર્ષ 2011માં અદાણી ગ્રુપમાં એમનું પ્લેસમેન્ટ થયું.
કુલ 2 વર્ષ સુધી એમણે નોકરી કર્યા બાદ એક MNC કંપનીમાં એમણે કુલ 6 વર્ષ સુધી કામ કર્યું હતી. આ વર્ષે સપ્ટેમ્બર માસમાં એમણે એક નવી કંપની જોઈન કરી હતી. સંદીપ જણાવતાં કહે છે કે, જ્યારે લોકડાઉનનો અમલ થયો ત્યારે તો કામનો ભાર વધી ગયો હતો, સેલેરીમાં પણ ઘટાડો થઈ ગયો હતો એમ છતાં પણ રાત-દિવસ કામ કરી રહ્યા હતા. એમ લાગી રહ્યું હતું કે, થોડા દિવસો બાદ સરખું થઈ જશે.
જો કે, પરીસ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી હતી. જૂન માસમાં મને કંપનીએ ડ્રોપ કરવાની નોટિસ આપી હતી. જુલાઈ મહિનામાં મને નોકરીમાંથી કાઢી નાંખવામાં આવ્યો હતો. દિલ્હી જેવા શહેરમાં નોકરી વિના રહેવું સંભવ નથી. અનેક જગ્યાઓ પર નોકરી માટે અપ્લાઈ કર્યું, કુલ 4-5 જગ્યાએથી કોલ પણ આવ્યા હતાં. જો કે, કોઈપણ જગ્યાએ કામ મળ્યું નહી.
કોરોનાને લીધે કોઈ નવી ભરતી કરવા માગતું નથી. મારા માટે આ સમયગાળો સૌથી મુશ્કેલ રહ્યો હતો. જિંદગીમાં કંઈક તો કરવાનું જ હતું. ત્યારપછી પોતાનું જ કંઈક કામ શરૂ કરવાનો વિચાર કર્યો. આમ પણ હું પહેલા પોતાનો બિઝનેસની શરૂઆત કરવાં માંગતો હતો. જો, કે જોબ હોવાને લીધે કરી શકયો ન હતો. જો કે, કોરોનાને ઓપર્ચ્યુનિટી સમજીને પોતાનાં કામની શરૂઆત કરી. આ કામમાં મારી પત્નીએ ખૂબ સપોર્ટ કર્યો હતો.
ફાઈનાન્સ સેકટરમાં મેં કામ કર્યું હતું, નંબર ગેમનો મને ખ્યાલ હતો. આને લીધે જ મેં આ સેકટરમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો. મેં થોડુંઘણું માર્કેટ રિસર્ચ કર્યું, ડેટા એકત્ર કર્યાં. થોડા જ દિવસમાં કુલ 15,000 લોકોનો ડેટા મેં એકત્ર કર્યો. તમામ લોકોને ફોન કરીને અપ્રોચ કરવાની શરૂઆત કરી. કેટલાક લોકોએ રસ દાખવ્યો. ત્યારપછી ઓગસ્ટ માસના અંતમાં ANS ફિનસર્વ નામથી એક કંપની બનાવી. જે હોમ લોન તથા ઈન્શ્યોરન્સ આપવાનું કાર્ય કરે છે.
સંદીપ જણાવતાં કહે છે કે, બજાજ ફિનસર્વ, ICICI બેન્ક, HDFC બેન્ક સહિત કુલ 12થી વધારે કંપનીઓની સાથે અમારું ટાઈઅપ થયું છે. આ કંપનીઓની સાથે અંતિમ તબક્કામાં વાતચીત ચાલી રહી છે. એમની સાથે પણ ઝડપથી ટાઈઅપ કરી લેવામાં આવશે. છેલ્લા 1 માસમાં અમને ખુબ સારો રિસ્પોન્સ મળ્યો છે, લોકો વીમા માટેનો રસ દાખવી રહ્યા છે.
લોકો હેલ્થ સેકટરમાં વધારે રસ દાખવી રહ્યા છે. એમની કંપની તમામ પ્રકારની લોન, હેલ્થ ઈન્શ્યોરન્સ, કાર માટેના ઈન્શ્યોરન્સનું કામ કરે છે.સંદીપની સાથે હાલમાં કુલ 8 લોકો કામ કરે છે. તેઓ જણાવતાં કહે છે કે, આગામી વર્ષે અમારો ટાર્ગેટ કુલ 200થી વધારે લોકોની ટીમને તૈયાર કરવાનો છે. કામ શરૂ કર્યા એને 1 મહિનો જ થયો છે, અમારા કામને વધારે સારો રિસપોન્સ મળ્યો તો આગામી વર્ષ સુધીમાં અમને કુલ 8 કરોડ રૂપિયાના ટર્નઓવરની આશા રહેલી છે.
હાલમાં કોરોનાને કારણે લોન અથવા તો ઈન્શ્યોરન્સ પર ખર્ચ કરનારની સંખ્યા ખુબ ઓછી છે.તેઓ જણાવતાં કહે છે કે, આ ક્ષેત્રમાં કામ કરવા માટે કુલ 3 ચીજો હોવી ખુબ જરૂરી છે. કમ્યુનિકેશન્સ સ્કિલ્સ, મેથેમેટિકલ સ્કિલ્સ તેમજ ટ્રસ્ટ. જો તમે સારું કમ્યુનિકેશન્સ ધરાવો છો, સામેવાળા વ્યક્તિના ગળે વાત ઉતારી શકો છો તથા માર્કેટના ઉતાર-ચઢાવની તમને સમજ રહેલી છે તો તમે આ સેક્ટરમાં સફળ રહી શકો છે. આની સાથે જ માર્કેટ રિસર્ચ તેમજ વિવિધ સેક્ટર્સના લોકોની સાથે સંપર્ક હોવો ખુબ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle