પૂર્વી લદ્દાખમાં ચીન તરફથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે શનિવારે શૌર્ય મિસાઇલના નવા સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની પરમાણુ ક્ષમતા એ એક સપાટીથી બીજી સપાટીની બેલિસ્ટિક મિસાઇલ છે. સરકારી સુત્રોએ દ્વારા આ માહિતી પ્રાપ્ત થયેલ છે. તેમણે કહ્યું કે, આ મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠાના બાલાસોર સ્થળ પર કરવામાં આવ્યું છે
સૂત્રોના અનુસાર શૌર્ય મિસાઇલનું આ નવું વર્ઝન 800 કિમી દૂર રહેલા લક્ષ્યોને પણ નિશાનો બનાવી શકે છે. શૌર્ય મિસાઇલની રજૂઆત સાથે હાલની મિસાઇલ સિસ્ટમ મજબૂત થશે અને મિસાઇલ હળવા અને સંચાલન માટે સરળ બનશે.. આ પહેલા ભારતે બુધવારે ‘બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ’ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. જે 400 કિ.મી.થી વધુના લક્ષ્યોને નિશાનો તાકી શકે છે.
Balasore: India today successfully test-fired a new version of Shaurya surface-to-surface nuclear-capable ballistic missile which can hit targets at around 800 kms range. The Missile will complement existing class of missile system&will be lighter&easier to operate: Govt sources pic.twitter.com/rQh1ot37LV
— ANI (@ANI) October 3, 2020
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ઓડિશાના બાલાસોર ખાતે ગ્રાઉન્ડ પીજે-10 પ્રોજેક્ટ અંતર્ગત મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું અને , હા મિત્રો આ મિસાઇલ સ્વદેશી બૂસ્ટરથી શરૂ કરવામાં આવી હતી.
સ્વદેશી રીતે વિકસિત એરફ્રેમ્સ અને બુસ્ટરથી સજ્જ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલના અપગ્રેડ વર્ઝનનું આ બીજુ સફળ પરીક્ષણ હતું. ડીઆરડીઓના અધ્યક્ષ ડો.જી સતીષ રેડ્ડીએ વૈજ્ઞાનિકો ની ટીમને સફળ પરીક્ષણ બદલ અભિનંદન આપતાં કહ્યું કે આ પરથી સુપરસોનિક ક્રુઝ મિસાઇલમાં વધુ સ્વદેશી સામગ્રીનો સમાવેશ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle