રાજ્યમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.સુરત શહેરમાં આવેલ તાપી નદી (Tapi river suicide) હવે તો લોકો માટે આત્મહત્યા કરવાનું જાહેર સ્થળ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
અવારનવાર લોકો તાપીમાં કૂદીને આપઘાત કરી લેતા હોય તેવી ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના કાપોદ્રા બ્રિજ પરથી સામે આવી છે. તાપી નદીમાં આવેલા કાપોદ્રા બ્રિજ પરથી ગુલાબ મુધુભાઈ પાટીલ નામના યુવકે (Youth Jumped from Kapodra bridge) મોતની છલાંગ લગાવી છે. આ ગુલાબ નામના યુવકે તાપીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ટીમ દોડતી થઈ ગઈ હતી.
સમગ્ર ઘટના દરમ્યાન ઘટના સ્થળ ઉપર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. જેમાંથી કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડે બનાવ વાળા બ્રિજ નીચે જઈને બોટની મદદથી યુવકની શોધખોળ શરૂ કરી હતી. ફાયરને કોલ મળ્યા બાદ જાણવા મળ્યુ હતું કે, મરનાર યુવકનું નામ ગુલાબ મધુભાઈ પાટીલ હતું અને તે માનસિક રીતે બિમારીથી પીડાતો હતો. આ યુવક ઘરેથી જાણ કર્યા વગર નીકળી ગયો હતો કે કેમ તે અંગે પણ કોઈ માહિતી મળી શકી નહોતી.
સુરત શહેરમાં અવારનાવર આત્મહત્યાની ઘટના ઘટે છે જેમાં તાપીમાં મોતની છલાંગ લગાવી લોકો જિંદગી ટૂંકાવી નાખે છે, ત્યારે તાપીના તમામ બ્રિજ પર કોર્પોરેશન દ્વારા હજુ મોટી ફ્રેન્સિગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોકે, નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે, આ યુવક હેલ્મેટ પહેરી અને બાઇક પર આવ્યો હતો અને બાઇક રોકીને બ્રિજની પાળી પાસે ગયો, રાહદારોઓ કઈ સમજે તે પહેલાં જ કૂદી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle