સૌથી વધારે સુગંધિત શબ્દ છે દાન. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, અન્નદાન એ સૌથી મોટુ દાન છે. કોરોના મહામારીને કારણે ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવવે છે. આની સાથે જ તમામ ધંધા-રોજગાર ભાંગી પડ્યા હોવાથી ગરીબ લોકોને એન ટંકનું ભોજન પણ નસીબમાં હોતું નથી ત્યારે કેટલીક સંસ્થાઓ દ્વારા ગરીબોને સેવા અર્થે જમવાનું આપવામાં આવતું હોય છે.
આવી જ એક જાણકારી ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે. અમદાવાદના વાડજ વિસ્તાર ખાતે ‘હર હર મહાદેવ’ ગ્રુપ દ્વારા નજીવી કિંમતમાં દાળ-ભાત આપવાની સેવાની શરૂઆત કરવામાં આવી છે. જેઓ ગરીબ તથા ભૂખ્યા રહેતાં લોકોનો પેટનો ખાડો ફક્ત 5 રૂપિયામાં ભરી રહ્યા છે.
આવાં કાર્યથી વાડજ વિસ્તારના ગરીબ તથા નિ:સહાય લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. કોરોનાને લીધે અમલમાં આવેલ લોકડાઉન બાદ ગરીબ લોકોની પરિસ્થિતિ કફોડી બની ગઈ છે ત્યારે એવા સમયમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પુરુ પડે એની માટે માત્ર 5 રૂપિયામાં દાળ-ભાત ભર પેટ આપવા માટેની સેવા ‘હર હર મહાદેવ’ ગ્રુપ દ્વારા શરુ કરવામાં આવી છે.
જેમાં આવતા ફંડ દ્વારા પ્રેમલભાઈ ત્રિવેદી દ્વારા આ સેવા કરવામાં આવે છે. જેનો સમય સવારનાં 9 વાગ્યાથી લઈને બપોરના 1 વાગ્યા સુધી લોકો ભરપેટ દાળ-ભાત જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અન્નક્ષેત્રનો લાભ લેવા માટે ખુબ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો અહિં આવ્યા હતા.
જેમણે જણાવતાં કહ્યુ હતું કે, આ સમયે માત્ર 5 રૂપિયામાં કશું જ ન મળે, આ ખુબ જ સારુ છે પેટ ભરીને જમી શકાય છે. ભુખ્યાને ભોજન આપવુ એ સૌથી મોટું પુણ્ય છે. આ કાર્યને ‘હર હર મહાદેવ’ ગ્રુપના લોકો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. કોરોના મહામારી તથા લોકડાઉનની થપાટ પછી જ્યારે લોકોના ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે ત્યારે આ પ્રકારનું કાર્ય બીજા લોકોને પણ મદદ કરવાની પ્રેરણા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle