ટેક્સ ભરનારાઓ માટે સરકારે જાહેર કરી નવી યોજના, જાણો વિગતવાર

કેન્દ્ર સરકારે ટેકસથી જોડાયેલી સમસ્યાઓને પહોચી વળવા ફરી એકવાર નવી યોજના ‘વિવાદ થી વિશ્વાસ’ યોજનાની મુદત વધારી દીધી છે, જે તમામ ટેકસ સંબંધિત કેસોના નિકાલ માટે શરૂ કરવામાં આવેલી એક વિશેષ યોજના છે. જેથી 31 માર્ચ 2021 સુધીમાં કરદાતાઓના ફસાયેલા ટેક્સના મામલાઓનું સમાધાન આપી શકે. સરળ શબ્દોમાં કહીએ તો, નાણાં મંત્રાલયે ટેકસ વિવાદથી સંબંધિત કેસોના સમાધાન માટે વધારે 3 મહિનાનો સમય આપ્યો છે. જણાવી દઈએ કે હાલમાં ‘ડાયરેક્ટ ટેક્સ’ સંબંધિત ૯.૩૨  લાખ કરોડ રૂપિયાના ૪.૮૩ લાખ કેસ બાકી છે.

‘વિવાદ થી વિશ્વાસ’ યોજના હેઠળ કરદાતાઓએ કોઈપણ વધારાના ચાર્જ ચૂકવ્યા વિના તેમના જૂના કરના વિવાદનું સમાધાન કરી શકે છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે ટેક્સ સંબંધિત તમામ બાબતોને જલ્દીથી પૂર્ણ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ કરદાતાઓએ વિવાદિત કરની રકમ જ ચૂકવવાની રહેશે. તેમને વ્યાજ અને દંડ પર સંપૂર્ણ છૂટ મળશે. જો ફક્ત વ્યાજ અથવા દંડ કરવામાં આવશે તો તેવા કિસ્સાઓમાં, વિવાદિત વ્યાજ અથવા દંડની 25 ટકા રકમ 31 માર્ચ સુધીમાં ચૂકવવાના રહેશે. તે પછી આ રકમ વધીને 30 ટકા થઈ ગઈ છે.

બિલ મુજબ આ યોજના કરવેરાના કેસો પર લાગુ થશે જે કમિશનર(અપીલ), આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ, હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં 31 જાન્યુઆરી 2020 સુધી બાકી હતા. બાકી અપીલ એ કર વિવાદ, દંડ અથવા વ્યાજ સાથે સંબંધિત હોઈ શકે છે.

આ યોજના હેઠળ અધિકૃત અધિકારી એ 15 દિવસની અંદર બાકી રકમ નક્કી કરશે, જે કરદાતા ને એક પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પછી, કરદાતાને એક પ્રમાણપત્ર આપવામાં આવશે અને તેમાં વેરાની બાકી રકમજણાવવામાં આવશે. તેમાં જણાવાયેલી રકમ કરદાતાને ચુકવવી પડશે. આ કામગીરી પ્રમાણપત્ર મળ્યાના 15 દિવસની અંદર કરવાની રહેશે. આમ કરીને, તેણે અધિકૃત અધિકારીને જાણ કરવાની રહેશે. ત્યારબાદ, અધિકૃત અધિકારી ઓંર્ડર પસાર કરશે, જેમાં તે કહી શકશે કે, કરદાતાએ રકમ જમા કરી દીધી છે.

આ યોજનામાં નીચે જણાવેલ કેસોને લેવામાં આવશે નહી:
1. આકારણી વર્ષના સંદર્ભમાં જેમાં કલમ 153-A અથવા કલમ 153-C હેઠળ આકારણી કરવામાં આવી હશે.
૨. આવક દેશના બહારના કોઈપણ સ્રોતથી આવી છે અને તે છુપાવવામાં આવી છે.

3. કલમ 90 અથવા કલમ 90 થી સંબંધિત કેસોમાં યોજનાનો લાભ લઇ શકાશે નહીં.
૪. જેમની વિરુદ્ધ વિવિધ જોગવાઈઓ હેઠળ ડિલીટમેન્ટ ફાઇલ કરતાં પહેલાં કસ્ટડીનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *