ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ફરી એકવાર જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનું નિશાન બન્યા છે. ગુરુવારે કુલગામમાં ભાજપના ત્રણ નેતાઓની હત્યા કરવામાં આવી હતી. જેમાં જમ્મુ-કાશ્મીર ભાજપ યુવા મોરચાના મહામંત્રી પણ સામેલ થયા હતા. લશ્કર-એ-તૈયબાની સંસ્થા, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જો કે, હાલના હુમલામાં કયા આતંકીઓનો હાથ હતો, સુરક્ષા દળો હજી પણ તેમની શોધમાં છે.
ગુરુવારે જે ભાજપના કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી તેમાં ફીદા હુસેન, ઉમર રશીદ બેગ અને અબ્દર રશીદ બેગનો સમાવેશ થાય છે. દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડમાં આતંકવાદીઓ કારમાં સવાર ભાજપના ત્રણ નેતાઓ ઉપર ગોળીબાર કર્યો હતો. ત્યારે તે લોકો ઘરે જતા હતા.
Saddened to hear about the killing of three BJP workers in Kulgam. Condolences to their families. At the end of the day, its people of J&K who pay with their lives because of GOI’s ill thought out policies.
— Mehbooba Mufti (@MehboobaMufti) October 29, 2020
આપને જણાવી દઈએ કે, જૂનથી જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના આઠ નેતાઓની હત્યા થઈ ચૂકી છે, જે હજી અટકવાનું નામ નથી લઈ રહ્યા. આતંકીઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે કે, ખીણના યુવાનો ભાજપમાં જોડાશે નહીં.
Jammu and Kashmir: Three BJP workers identified as Fida Hussain Yatoo, Umer Rashid Beigh & Umer Ramzan Hajam succumbed to bullet injuries after terrorists fired upon them in YK Pora, Kulgam, today. pic.twitter.com/XccmRBK1ts
— ANI (@ANI) October 29, 2020
પહેલાં પણ થઈ ચુકી છે આવી ઘટનાઓ
8 મી જુલાઈએ ભાજપના નેતા વસીમ બારી, તેના ભાઈ અને પિતાની હત્યા કરવામાં આવી હતી. 4 ઓગસ્ટના રોજ કુલગામના આખરાન નૌપુરામાં ભાજપના નેતા અને માર્ગદર્શક આરિફ અહેમદ પર ખૂની હુમલો થયો હતો. 6 ઓક્ટોબરે, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ગુલામ કાદિર રાથરની ગેન્ડરબલમાં હત્યા કરાઈ હતી. આ ઉપરાંત ગત મહિને બડગામમાં આતંકીઓ દ્વારા ભાજપના કાર્યકરો અને બીડીસી પ્રમુખની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
Terrorists shot dead three BJP leaders including its general secretary for ‘Yuva Morcha’ in south #Kashmiri Kulgam district.
1. Fida Hussian Itoo (YK Pora)
2. Umer Rashid Beigh (Sopat)
3. Umer Ramzan Hanan (YK Pora) @BJPLive @KashmirPolice @ChinarcorpsIA @Tejasvi_Surya pic.twitter.com/m9PBSaFtrC— Sumit Chaudhary (@sumit0707) October 29, 2020
નોંધપાત્ર વાત એ છે કે, ગુરુવારે સવારથી જ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (NIA) જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડતી હતી. આતંકવાદી ભંડોળને લગતા કેસોમાં આતંકીઓના મદદગારો કડક કરવામાં આવી રહ્યા હતા અને સાંજે ભાજપના નેતાઓ પર હુમલો થયાના સમાચાર બહાર આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle