કોરોના મહામારીના કારણે હિરા ઉદ્યોગની હાલત ખુબ કફોડી બની હતી. તેમાં પણ ખાસ કરીને રત્ન કલાકારોની પરિસ્થિતિ વધારે બગડી ગઇ હતી. આ દિવાળીએ હિરા ઉદ્યોગના માલિકો તેમના રત્ન કલાકારોને બોનસ આપે તેવી માંર્ગ સાથે રત્ન કલાકારોએ યુનિયન ગુજરાતના કલેકટરને રજૂઆત કરી છે.
હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો એ છેલ્લા ઘણા સમય થી બેરોજગારી અને આર્થિકતંગી નો અનુભવ કર્યો હતો અને કેટલાક કરી પણ રહ્યા છે. આ કોરોના વૈશ્વિક મહામારી ના કારણે જે લોકડાઉન જાહેર કરવામા આવ્યુ હતું, તેની ગંભીર અસર રત્નકલાકારો ઉપર પડી હતી.
કારણ કે સરકારે મોટા ઉપાડે એવી જાહેરાત કરી હતી કે, લોકડાઉનમાં કામદારોને પગાર ચૂકવવો પડશે. પરંતુ સરકાર પોતાના નિર્ણય નો અમલ એ હીરાઉદ્યોગમાં તો શું એક પણ ઉદ્યોગમાં ક્યાંય કરાવી શકી નથી અને હાલમાં લોકોને બતાવવા માટે લોકડાઉન નો કેસ એ સુપ્રીમ કોર્ટ માં ખૂબ ધીમી ધીમી ગતિ એ ચલાવી રહ્યા છે.
લોકડાઉન દરમિયાન રત્નકલાકારો ને પગાર ચૂકવવામાં આવ્યા નહોતા. તેથી લોકોને ભારે આર્થિકતંગીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બીજી તરફ સરકાર દ્વારા પણ રત્નકલાકારોને કોઈ પ્રકારની સહાય કે મદદ કરવામાં આવી નથી અને લોકોને સરકાર દ્વારા સાવ નિરાધાર અને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા છે.
જેના કારણે લોકડાઉન દરમિયાન અંદાજે ગુજરાતનાં 15 રત્નકલાકારો એ આપઘાત કરી લીધો હતો. હાલમાં ડાયમંડ વર્કર યુનીયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેકટર ડેપ્યુટી લેબર કમિશનર તથા સંયુક્ત નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારીને રજુઆત કરવામા આવી છે.
હીરા ઉદ્યોગના રત્નકલાકારોના પગાર પણ 25% થી 35% સુધી ઘટાડી દેવામા આવ્યા છે. રત્નકલાકારોને લોકડાઉનનો પણ પગાર ચૂકવવામાં આવ્યો નથી. તથા રત્નકલાકારોને સરકાર તરફથી પણ કોઈ પ્રકારની સહાય કે મદદ કરવામા આવી નથી. અને ઉપરથી લાઈટબીલ, ગેસબીલ તથા વેરાબિલ જેવા અન્ય ટેક્સો પણ સરકાર તરફથી વધારી દેવામાં આવ્યા છે, જેથી કરીને સરકાર પોતાને થયેલ નુકસાન ની ભરપાઈ કરી શકે.
હાલના સમયમાં લોકો પાસે ઘરખર્ચ માટેના પૈસા પણ નથી ને સરકાર ટેક્સ વધારી રહી છે.ત્યારે હીરાઉદ્યોગમાં હાલ તેજીનુ વાતાવરણ આવ્યું હોવા છતાં રત્નકલાકારોના પગારમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામા આવ્યો નથી. એ માટે થઈને રત્નકલાકારોને દિવાળી પર બોનસ ફરજિયાત ચૂકવવામાં આવવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle