અમેરિકાની પડખે આવેલા આ દેશમાં આજે પણ ગાંધી બાપુની પ્રિય ખાદી, ગામની આજીવિકા છે આ ખાદી ઉદ્યોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનન સફળ બનાવવા માટે ભારતીય વિદેશ મંત્રાલય ઘણા પ્રયાસો કરી રહ્યું છે. આ અભિયાન હેઠળ વિદેશ મંત્રાલય ભારતના સ્થાનિક ઉત્પાદનોનો પ્રચાર અને પ્રસાર વિશ્વના અન્ય દેશોમાં કરી રહ્યું છે. જેના પરિણામે દુનિયાના તમામ દેશોમાં ભારતીય ઉત્પાદનોની લોકપ્રિયતામાં વધારો થયો છે. આવી જ એક ખબર ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકો માંથી મળી આવી છે, જ્યાં ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો ખાદી સાથે સંકળાયેલા ઉત્પાદનો બનાવી રહ્યાં છે, જેને ફક્ત મેક્સિકો ના લોકો જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશોના લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

મેક્સિકોના ઓહાકા રાજ્યના ઘણા ગામડાઓમાં સ્થાનિક લોકો ખાદી વણવાનું કામ કરી રહ્યા છે, જે હવે એક બ્રાન્ડ બની ગઈ છે, જે હવે ‘ઓહાકા ખાદી’ ના નામે ઓળખે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રયાસો પછી લાંબા સમય સુધી સાદગીની ઓળખ રહેલી આ ખાદી આજે ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે પ્રખ્યાત થઇ રહી છે.

ઓહાકામાં કેવી રીતે પહોંચી ખાદી                                                                                        મેક્સિકોના એક યુવક માર્ક બ્રાઉને મહાત્મા ગાંધી પર એક ફિલ્મ જોઈ. ગાંધીજીના વ્યક્તિત્વથી તે એટલો પ્રભાવિત થયો કે ભારત આવ્યો અને 12 વર્ષો સુધી અહીંયા જ રહ્યો. આ દરમિયાન, 2 વર્ષ (1986-88) સુધીનો સમય તેમણે ગુજરાતના સાબરમતી આશ્રમમાં વિતાવ્યા, જ્યાં તેમણે ખાદી વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત બ્રાઉને ખાદીના કપડાં પહેરવાનું પણ શરૂ કર્યું, જે તેમણે પોતે કાંત્યાં હતાં. વર્ષ 1990ના દાયકામાં તે એક ચરખો લઇને મેક્સિકોના ઓહાકામાં ચાલ્યો ગયો. ત્યાંના સેન્ટ સેબેસ્ટિયન રિયો હોંડો ગામમાં તેણે સ્થાનિક પરિવારોને સૂતર કાંતતા શીખવાડ્યું અને આખરે વર્ષ 2010માં તેણે ‘ફાર્મ ટુ ગારમેન્ટ’ સમૂહમાં ‘ખાદી ઓહાકા’ શરૂ કર્યું. આ સમૂહમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લગભગ 400 પરિવારો સામેલ છે તેવું જાણવા મળ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મનકી બાત’ માં કર્યો હતો ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માં ઓહાકા ખાદીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે આપણા અનેક સ્થાનિક ઉત્પાદનોમાં વૈશ્વિક ઉત્પાદન બનવાની બહુ મોટી શક્તિ રહેલી છે. અને તેમાં ખાદી બોડી ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે દુનિયાના અનેક સ્થળોએ બનાવવામાં આવી રહી છે. મેક્સિકોમાં આવી જ એક જગ્યા છે જ્યાંના ઓહાકા ગામ ના લોકો ખાદી વણવાનું કામ કરી રહ્યા છે જે ઓહાકા ખાદી આજે સમગ્ર દુનિયામાં બ્રાન્ડ બની ચૂકી છે.

શું કહે છે અધિકારીઓ                                                                                                          ઉપરાંત આ વિશે માહિતી આપતા વિદેશ મંત્રાલયના અધિકારીએ જાણ કરતા કહ્યું કે, વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવા માટે દુનિયાના તમામ દેશોમાં સ્થિત ભારતીય મિશનો પ્રયાસ કરી રહ્યાં છે. તે હેઠળ લોકોને ભારતીય ઉત્પાદનોનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે. તેમાં ખાદી સૌથી મહત્વપૂર્ણ છે. ખાદી ભારતની ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને આત્મનિર્ભરતાની ઓળખ છે. ઓહાકા ખાદીના બ્રાન્ડ બન્યા પછી ખાદીના કપડાં ઉપરાંત, ખાદી સાથે સંકળાયેલા અન્ય ઉત્પાદનોમાં પણ લોકોના રસરૂચિ વધારે જોવા મળ્યા છે.

ભારત અને મેક્સિકો વચ્ચેના સંબંધો                                                                                      તમને જણાવીએ કે, મેક્સિકો 1950માં ભારત સાથે રાજનૈતિક સંબંધો સ્થાપિત કરનાર લેટિન અમેરિકાનો પ્રથમ દેશ છે. આજે બંને દેશો વચ્ચે ઉષ્માપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો જોવા મળે છે. મેક્સિકન લોકો ભારતની સંસ્કૃતિ, સામાજિક મૂલ્યો અને બહુમતવાદી લોકતંત્રમાં ઘણો રસ ધરાવે છે. આ ઉપરાંત, ત્યાંના લોકો મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને મધર ટેરેસાના વિચારોથી ઘણા પ્રભાવિત થયા છે. મેક્સિકોના ચાર મોટાં શહેરોમાં ગાંધીજીની પ્રતિમાઓ સ્થાપિત કરેલી છે. મેક્સિકોમાં ભારતીય સમુદાય નાનો છે, જેમાંથી દસ હજાર લોકો શહેરોમાં રહે છે અને બાકી ગુઆડલજારા, મોન્ટેરી, ક્યૂર્નવેકા, ક્વેરેટારો વગેરે વિસ્તારોમાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *