હવે દિલ્હીમાં કોઈપણ લગ્ન સમારોહમાં 50 થી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. દિલ્હી સરકારે આ દરખાસ્ત ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મંજૂરી માટે મોકલી હતી, જેને ઉપરાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી લગ્ન સમારંભમાં 200 જેટલા લોકોને હાજર રહેવાની મંજૂરી હતી. દિલ્હીમાં વકરતા જતા કોરોનાને કારણે હવે તે ઘટાડીને 50 કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં સક્રિય કેસોની સંખ્યા 42 હજારને પાર
અત્રે ઉલેખનીય છે કે, દિલ્હીમાં ફરી કોરોના કેસોમાં તીવ્ર વધારો થયો છે. હાલના નવા ડેટા અનુસાર, ભારતની રાજધાની દિલ્લીમાં 24 કલાકમાં 6396 નવા કેસ નોંધાયા છે, જ્યારે 99 લોકોએ જીવ ગુમાવ્યો છે. નવા કેસો સાથે, સક્રિય કેસની કુલ સંખ્યા 42 હજાર પર પહોંચી ગઈ છે. પાટનગરમાં કોરોના વધતા જતા કેસોને જોતા યુપીના નોઈડામાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
કોરોના અટકાવવા વધુ લોકો ભેગા ન થાય તે જોવું જરૂરી
ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, લગ્ન સમારંભમાં લોકોની સંખ્યા ઘટાડવા માટેના પ્રસ્તાવ પર એલજીની મંજૂરી મળી ગઈ છે. આ પણ ખૂબ જ જરૂરી હતું કારણ કે એક જગ્યાએ વધારે લોકો એકઠા થાય એટલું જ વધારે નુકસાન હોય તો પછી બધું લોકડાઉન નથી કરવું પરતું લોકો બહુ વધારે ભેગા થતા હોય તેને રોકવા તો જરૂરી છે. જે માટે જરૂરી પ્રતિબંધો સરકાર દ્વારા સમયાંતરે લાગુ કરવામાં આવશે.
છઠ પૂજામાં પણ મહિલાઓ ઓછી ભેગી થાય તે જરૂરી
મનીષ સિસોદિયાએ કહ્યું કે, હું, એક નાગરિક તરીકે,સરકારના રૂપમાં કહેવા માંગુ છું કે, અત્યારે હાલના સમયમાં કોરોના મહામારી છે. જે રીતે આપણે શાળાઓ બંધ કરી છે, અમે લોકોને લગ્નમાં ઓછા લોકો ભેગા થવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. તેથી જો આપણી મહિલાઓ છઠ્ઠ પૂજાના પ્રસંગે પાણીમાં ઉભા રહી જાય, તો તેઓને કોરોના થઈ શકે છે. આ એક અનપેક્ષિત સમય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle