હાલમાં ફરી એકવખત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. કરજણ સેવાસદન ચોકડીના બ્રિજ નજીક એકસાથે કુલ 5 લક્ઝુરિયસ કારનો વિચિત્ર અકસ્માત થયો હતો. અકસ્માતને કારણે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. જેને કારણે તમામ વાહનચાલકો અટવાઈ ગયા હતા.
કોરોનાના કેસોમાં સતત વધારો થતાં રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સુરતમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. એવા સમયમાં દિવાળીની રજાઓ માણવા માટે બહાર ગામ ગયેલા લોકો હવે પરત પોતાના ઘરે ફરી રહ્યાં છે. હાઇવે પર વાહનોની અવર-જવરમાં વધારો થતા ટ્રાફિક જોવા મળી રહ્યો છે ત્યારે નેશનલ હાઇવે-8 પર વડોદરાથી સુરત બાજુ જતા વાહનોમાંથી સુરત પાસીંગની કુલ 5 લક્ઝુરિયસ કાર ધડાકાભેર એકબીજા સાથે અથડાઈ હતી.
અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાંની સાથે જ કરજણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને ટ્રાફિકના નિયમન સહિતની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ 5 ગાડીઓ સુરતની હતી.
કરજણ સેવાસદન ચોકડી બ્રિજ નજીક અચાનક વાહનચાલકે રસ્તો ક્રોસ કરતા પાછળથી આવી રહેલ કારે બ્રેક મારતાં એકપછી એક કુલ 5 લક્ઝુરિયસ કાર એકબીજા સાથે અથડાઈ હતી. જો કે, આ અકસ્માતમાં સદનસીબે કોઇને ઇજા પહોંચી ન હતી. એકસાથે કુલ 5 ગાડીઓનો અકસ્માત થતાં પસાર થતાં લોકોમાં ઉત્તેજના જોવા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle