ભારતમાં મોટા પ્રમાણમાં ધાર્મિક કાર્યને મહત્વ આપવામાં આઅવે છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. હિંદુ પંચાંગનો નવમો મહિનો એટલે કે, માગશર મહિનાની શરૂઆત 15 ડિસેમ્બરથી થઈ ચુકી છે. આ મહિનામાં શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવાની પરંપરા રહેલી છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મના જણાવ્યા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે, બધા મહિનામાં માગશર મહિનો મારું સ્વરૂપ છે. જેને લીધે આ મહિનામાં શ્રીકૃષ્ણ તેમજ એમના અવતારોની પૂજા કરવાની પરંપરા રહેલી છે.
આ મહિનામાં નદીમાં સ્નાન કરવાની પરંપરા છે :
15 ડિસેમ્બરથી બુધવાર, 13 જાન્યુઆરી સુધી માગશર મહિનો રહેશે. માગશર મહિનામાં કરવામાં આવેલ ધર્મ-કર્મથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ મહિનામાં નદી સ્નાન તેમજ દાન-પુણ્યનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ગોપીઓ જયારે શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરવા માટે ધ્યાન કરી રહી હતી ત્યારે શ્રીકૃષ્ણએ માગશર મહિનાનું મહત્ત્વ જણાવ્યું હતું. ભગવાને જણાવ્યું હતું કે, માગશર મહિનામાં યમુના નદીમાં સ્નાન કરવાથી મને પ્રાપ્ત કરી શકાય છે. ત્યારથી આ મહિનામાં યમુના તેમજ અન્ય કોઈપણ નદીમાં સ્નાન કરવાની પરંપરા ચાલી આવી રહી છે.
શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાળગોપાલની પૂજા કરવી :
આ મહિનામાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે, બાળ ગોપાલની વિશેષ પૂજા દરરોજ કરવી જોઈએ. પૂજામાં દરરોજ સવારમાં ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ. આં સાથે જ તુલસીનાં પાનની સાથે ભોગ ધરાવવો જોઈએ. પીળા વસ્ત્ર અર્પણ કરવાં જોઈએ.
‘કૃં કૃષ્ણાય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. શ્રીકૃષ્ણનું જન્મ સ્થળ એટલે કે, મથુરાની યાત્રા કરવાની પરંપરા રહેલી છે. મથુરાની નજીકમાં જ ગોકુળ, વૃંદાવન, ગોવર્ધન પર્વતની પણ યાત્રા કરી શકાય છે. મથુરામાં વહેતી યમુના નદીમાં સ્નાન કરવું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle