ભારતમાં આ જગ્યાએ પેટ્રોલ ડીઝલ વગર ચાલી રહી છે ગાડીઓ, વિશ્વાસ ન આવે તો વાંચી લો આ લેખ…

દુનિયામાં ઘણીવાર અજીબો ગરીબ ઘટના સર્જાતી હોય છે, જે ઘટના પર લોકોનો વિશ્વાસ બેસતો નથી. હાલ ભારતમાં પણ એવી એક જગ્યા છે, જ્યાં પેટ્રોલ, ડીઝલ વગર પણ ગાડીઓ ચાલે છે. આ કોઈ ફેક સમાચાર નથી પરંતુ આ પહાડ પર ગાડી વગર પેટ્રોલ અને ડીઝલે ચાલતી જોવા મળી છે. લોકો આને એક ચમત્કાર ગણાવી રહ્યા છે.

મેગ્નેટિક હિલ:
ભારતમાં એક એવો પર્વતીય ક્ષેત્ર છે, જ્યાં પેટ્રોલ અને ડીઝલ વગર ગાડીઓ આપોઆપ ચાલે છે. આ જગ્યા લદાખના લેહ ક્ષેત્રમાં આવેલી છે. અહીંના માર્ગ પર ગાડી જાતે જ ચાલે છે. તેટલું જ નહીં. આવું થવા પાછળ શું કારણ હશે? લોકો આ ઘટનાને એક રહસ્ય માની રહ્યા છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, આ ક્ષેત્રમાં ચુંબકિય શક્તિ છે, જે ગાડીઓને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની બાજુ ખેચે છે. તેથી તેને ‘મેગ્નેટિક હિલ’ કહેવામાં આવે છે.

આ જાણીને તમે દંગ રહી જશો કે આ પહાડી ઉપર ચુંબકીય પ્રભાવ એટલો વધારે છે કે, તેની ઉપર ઉડતા જહાજ પણ તેનાથી બચી નથી શકતા. ઘણા પાઇલટ આ વાતનો દાવો પણ કરે છે કે, અહીંથી ઉડાન ભરતી વખતે ઘણી વર ઝટકા અનુભવાય છે. તેથી ચુંબન શક્તિથી બચવા માટે જહાજની ગતિ વધારવી પડે છે.

ગ્રૈવિટી હિલ:
આ મેગ્નેટિક હિલને ‘ગ્રેવિટી હિલ’ કહે છે. કહેવાય છે કે, આ પહાડી ઉપર ગુરુત્વાકર્ષણના નિયમો પણ ફેલ થઇ જય છે. ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર, જો આપણે કોઈ વસ્તુને તે ઢાળ વાળા વિસ્તારમાં છોડી દઈએ તો તે નીચેની તરફ જાય પરંતુ, આ ચુંબકીય પહાડી ઉપર તેની વિરુદ્ધ અસર થાય છે. એટલે આ સ્થળ પર કોઈ ગાડીને એમનામ છોડી દઈએ તો તે નીચેની બાજુ નહિ પરંતુ ઉપરની બાજુ એટલે કે ચડાણ તરફ ગાડી આગળ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *