જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં રહેતી પૂજા દેવીએ એક નવો ઇતિહાસ રચ્યો છે. તે આ કેન્દ્રશાસિત પ્રદેશની પ્રથમ મહિલા બસ ડ્રાઈવર બની છે. હાલમાં તે જમ્મુ-કથુઆ રૂટ પર એક યાત્રા બસ ચલાવે છે.
કઠુઆ જિલ્લાના સંધાર-બસોહલી ગામમાં ઉછરેલી પૂજા દેવીએ જણાવ્યું કે, તેમને શરૂઆતથી જ વાહન ચલાવવાનો શોખ હતો. કિશોર વયે તે કાર ચલાવતી હતી. પરંતુ તે મોટા વાહનો ચલાવવા માંગતી હતી. તેનું સ્વપ્ન હવે જઈને પૂરું થઈ ગયું છે.
પૂજાએ કહ્યું, ‘મેં વધારે ભણી નથી. તેથી મને કોઈ મોટી નોકરીની અપેક્ષા નહોતી. પરંતુ આ વ્યવસાય મને અનુકૂળ લાગે છે. મેં જમ્મુમાં એક ટેક્સી અને ટ્રક પણ ચલાવ્યો છે. પૂજા દેવીએ કહ્યું કે, ‘હું આ નિષિદ્ધને તોડવા માંગતી હતી કે યાત્રા બસ ફક્ત પુરુષો ચલાવી શકે. છેવટે, જ્યારે મહિલાઓ લડાકુ વિમાનો અને એક્સપ્રેસ ટ્રેનો ચલાવે છે, તો બસ ચલાવવામાં શું તકલીફ છે?
પૂજા દેવીએ ડ્રાઇવર બનવાની તક વિશે કહ્યું, ‘મેં જમ્મુ-કઠુઆ રોડ બસ યુનિયનના પ્રમુખ સરદાર કુલદીપ સિંહને મળી અને બસને ચલાવવા દેવા વિનંતી કરી. શરૂઆતમાં તે થોડુ આશ્ચર્યજનક લાગ્યું. પરંતુ તે પછી મને એક બસ આપી અને કહ્યું કે જાઓ, તમારું સ્વપ્ન પૂરું કરો.
પૂજા દેવીએ જણાવ્યું કે, તેમનો પરિવાર આર્થિક રીતે નબળો હતો. જેના કારણે તેને કામ કરવું પડ્યું હતું. તેને જમ્મુની એક નામાંકિત ડ્રાઇવિંગ સંસ્થામાંથી ટ્રેનર તરીકે દર મહિને 10 હજાર રૂપિયા મળતા હતા. પરંતુ તે પરિવાર માટે તે ઓછા પડતા હતા. જે બાદ તેણે હેવી વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને પોતે ડ્રાઇવિંગમાં જવાનું નક્કી કર્યું હતું.
પૂજા દેવીને ત્રણ બાળકો છે. તેમની મોટી પુત્રી 10માં ધોરણની વિદ્યાર્થીની છે. તેણી હંમેશાં તેના નાના પુત્રને તેની સાથે ડ્રાઇવરની સીટની પાછળ બેસાડીને લઇ જાય છે. પૂજા કહે છે કે, બસ ચલાવવાની તક મળ્યા બાદ તેનું સપનું સાકાર થયું છે.
બસ ડ્રાઈવર બનવાના નિર્ણય અંગે તેને તેના પરિવારજનોએ ઘણો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પૂજાએ કહ્યું કે, તેના પરિવારના સભ્યો અને સાસરિયાઓ આ વ્યવસાય વિરુદ્ધ છે. તેમ છતાં, તેણે ડ્રાઇવર બનવાના સ્વપ્નને આગળ વધારવાનું નક્કી કર્યું.
પૂજા દેવી કહે છે કે, યુવતીને બસ ચલાવતા જોઈને લોકો આશ્ચર્યચકિત થાય છે. પરંતુ જ્યારે તે બસમાં જાય છે ત્યારે તે તેના નિર્ણયની પ્રશંસા કરે છે. તેમને તક આપનારા જમ્મુ અને કઠુઆ બસ યુનિયનના પ્રમુખ સરદાર કુલદીપસિંઘ કહે છે કે પૂજા એક સારી ડ્રાઇવર છે. ડ્રાઇવિંગ કરતી વખતે તે આત્મવિશ્વાસ અને સજાગ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle